દ્વારકા જિલ્લામાં વહીવટી તંત્ર, આરોગ્ય વિભાગ દ્વારા કોરોના સંક્રમણ અટકાવવા જુદી જુદી કેટેગરીના કુલ ૧૪૨૩૧ સુપર સ્પ્રેડરને હેલ્થ કાર્ડ ઇસ્યૂ કરવામાં આવ્યા.
કલેકટર ડો. નરેન્દ્રકુમાર મીના તથા ડીડીઓ ડી.જે. જાડેજાની સૂચનાઓ પ્રમાણે, જન સમુદાયના સીધાં સંપર્કમાં આવતાં શાકભાજી, ફળો, કરિયાણું, દૂધ, સમાચાર પત્રો, વાણંદ, ડ્રાઇવરો, રેસ્ટોરન્ટના કર્મચારીઓ, પાન-મસાલા, લારી ગલાના ધંધાર્થીઓેને હેલ્થ કાર્ડ આપી કોરોના સંક્રમણને અટકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
આ ૧૪૨૩૧ પૈકી કોરોના લક્ષણ ધરાવતાં ૨૯૬૬ના એન્ટીજન ટેસ્ટ કરવામાં આવ્યા. જે પૈકી ૪૨ ના રિપોર્ટ પોઝિટીવ જાહેર થયા છે. તેઓને જરૂરી સારવાર આપવામાં આવી છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. આર.વી. પટેલએ આ કામગીરીમાં માર્ગદર્શન આપ્યું હતું.


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો