બીજી ઓકટોબર નિમિતે કોંગ્રેસ દ્વારા કિસાન, મજૂર બચાવો દિવસની ઉજવણીના ભાગરૂપે તથા ખાનગી શાળાઓમાં ૧૦૦% ફી માફીની માંગણી સાથે કોંગ્રેસના જિલ્લા કાર્યાલય (લીમડાલાઇન)થી લાલબંગલા સર્કલ, ટાઉનહોલ સુધીની મૌન રેલી, બેનર્સ સાથે યોજવામાં આવેલી. ટાઉનહોલ ખાતે મહાત્મા ગાંધીના પૂતળાનપ સૂતરની આંટીઓ અર્પણ કરવામાં આવી હતી.
આ તકે વિપક્ષના નેતા અલ્તાફ ખફી, કોંગ્રેસના નગરસેવિકાઓ નીતાબેન પરમાર, જેનબબેન ખફી, કોંગ્રેસના આગેવાનો, એનએસયુઆઇના હોદેદારો તથા કોંગ્રેસ એનએસયુઆઇના કાર્યકરો મૌન રેલીમાં મોટી સંખ્યામાં જોડાયા હતાં.
કૃષિબિલોને કોંગે્રસે ખેડૂત વિરોધી કાળા કાયદાઓ ગણાવ્યા છે. અને NO SCHOOL, NO FEES ના બેનર પણ સાથે રાખ્યા હતાં.


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો