શંકરટેકરીમાં રવિવારની રાત્રે નવેક વાગ્યે શંકરના મંદિર વિસ્તારમાં એક લગ્નપ્રસંગ દરમ્યાન કેટલાક માથાભારે શખ્સોએ માથાકૂટ કરી હોવાનું કહેવાય છે. આ ઘટના બાદ સંખ્યાબંધ પુરૂષો અને મહિલાઓ મોટાં ટોળાં સ્વરૂપે સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશને પહોંચ્યા હતાં અને રાત્રિના ૧૨:૩૦ વાગ્યે એફઆઇઆર નોંધવામાં આવી છે.
એક મુસ્લિમ શખ્સ વિરૂધ્ધ જાનથી મારી નાંખવાની ધમકીની ફરિયાદ થઇ છે. નોંધનિય છે કે, શંકર ટેકરી વિસ્તારમાં નાની મોટી માથાકૂટ સમયાંતરે નોંધાતી રહે છે.
રવિવારે રાત્રે ૯ થી ૧૨ દરમિયાન સમગ્ર શંકરટેકરી વિસ્તારમાં તણાવની સ્થિતિ જોવા મળેલી.


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો