ભાઈ-બહેનના પ્રેમ અને સ્નેહનાં પ્રતિક એવાં રક્ષાબંધનના તહેવારને સાર્થક બનાવવાના હેતુથી સ્વ.જે.વી.નારીયા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ અંતગર્ત ચાલતા પ્રોજેક્ટ ચાઈલ્ડલાઈન 1098ના પ્રોજેક્ટ ડાયરેક્ટર જમનભાઈ સોજીત્રા અને તેમની સમગ્ર સીટી ચાઈલ્ડલાઈન 1098 અને રેલ્વે ચાઈલ્ડ હેલ્પ ડેસ્કટીમ દ્વારા રક્ષાબંધનની અનોખી ઉજવણી કરવામાં આવી હતી.
આ રક્ષાબંધનની ઉજવણીમાં મહત્વની બાબત એ રહી કે, કલેકટરને,પોલીસ અધીક્ષકને, મ્યુનિસિપલ કોર્પોરેશનના નાયબ કમિશ્નરને, સીટી મામલતદારને, સમાજ સુરક્ષા વિભાગના જીલ્લા સમાજ સુરક્ષા અધિકારી સહ જીલ્લા બાળ લગ્ન પ્રતિબંધક અધિકારીને, બાળ સુરક્ષા એકમના જીલ્લા બાળ સુરક્ષા અધિકારીને,શિક્ષણ વિભાગના જીલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને, જામનગર રેલ્વે વિભાગના સ્ટેશન મેનેજરને, રેલ્વે પોલીસ ફોર્સના IPF અને SIPF વગેરે અધિકારીઓને સ્લમ વિસ્તારની દિકરીઓએ રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરી હતી. અધિકારીઓને બાંધવામાં આવેલ રાખડીની વિશેષતા એ હતી કે આ રાખડીઓ દિકરીઓએ જાતે બનાવી હતી અને 15મી ઓગસ્ટના પર્વને ધ્યાને રાખી તિરંગાનો રંગ અપાયો હતો.
આ અનોખી ઉજવણી અંગે 1098 ના કો-ઓર્ડીનેટર ગીતા જોશી જણાવે છે કે જુદાજુદા વિભાગના અધિકારીઓને સ્લમ વિસ્તારની દિકરીઓ દ્વારા રાખડી બંધાવવા પાછળનો મુખ્ય હેતુ એ હતો કે સ્લમ વિસ્તારની દિકરીઓ પોતે બનાવેલી રાખડીઓ અધિકારીઓને બાંધે તો તેની કલાને પ્રોત્સાહન મળે તેમજ દિકરીઓએ જાતે બનાવેલ રાખડી સ્વહસ્તે જ જુદાજુદા અધિકારીઓને બાંધે ભવિષ્યમાં ક્યારેય કોઈ દિકરી મુશ્કેલીમાં હોઈ તો તેને જે તે વિભાગના અધિકારીઓને રાખડીઓ બાંધી હતી ત્યાંથી રક્ષણ,સુરક્ષા,મદદ અને માર્ગદર્શન મળી રહેશે એવો વિશ્વાસ સંપાદન થાય.

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો