થોડાં સમય પહેલાં જામનગર પોલીસે શહેર કોંગ્રેસ અધ્યક્ષ વિરેન્દ્રસિંહ (દિગુભા) જાડેજા અને મહામંત્રી પાર્થ પટેલ વિરૂદ્ધ હત્યાના પ્રયાસની કલમ સહિતનો ગુનો નોંધી આ હોદેદારોની ધરપકડ કરી હતી અને અદાલતની મંજૂરી પછી બંને હોદ્દેદારોને ચાર દિવસ રિમાન્ડ પર રાખવામાં આવ્યા પછી ગઈકાલે શુક્રવારે બંનેને અદાલતમાં રજૂ કરવામાં આવતાં અદાલતે બંનેને જેલહવાલે કરવાનો હુકમ કર્યો હતો.
ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા રવિવારે સવારે તળાવ પાળેથી રન ફોર ડેવલપમેન્ટ નામનો દૌડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપા અધ્યક્ષ વિમલભાઈ કગથરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનિષ કટારિયા વગેરેએ આ તકે લીલીઝંડી આપી ત્યારે કોર્પોરેશનમાં શાસક જૂથનાં નેતા કુસુમબેન પંડ્યા તથા પૂર્વ મેયર અમીબેન પરીખ, નગરસેવકો દિવ્યેશ અકબરી, કેતન નાખવા વગેરે આ કાર્યક્રમમાં જોડાયા હતાં.

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો