જામનગર એલસીબી ના પીઆઇ કે.જી. ચૌધરીની સૂચના મુજબ, બે પીએસઆઇ ગોજિયા,દેવમુરારીની ટીમે એક શખ્સને હથિયારો સાથે ઝડપી લીધો.
દિગ્વિજય પ્લોટ ૪૯ માં ભીમશી ધરણાંતભાઇ આંબલીયા (કલ્યાણપુરનો રહેવાસી)ને ઝડપી લેવામાં આવ્યો છે. તેની પાસેથી પિસ્તોલ, તમંચો, ૩૭ નંગ કારતૂસ, મોબાઇલ, બેઝા કાર કબજે લેવામાં આવી છે. આ તમંચો, કારતૂસ કયાંથી આવ્યા અને કોના પાસેથી મેળવ્યા તે અંગે પોલીસ આગળ તપાસ ચલાવી રહી છે.
આ કાર્યવાહીમાં ભગીરથસિંહ, હરદીપભાઇ, અજયસિંહ, અશ્વિનભાઇ વગેરે જોડાયા હતાં.


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો