મહાનગરપાલિકાના ૨૦૨૦/૨૧ નું બજેટ રૂપિયા ૬૭૯ કરોડનું છે: અત્યાર સુધીમાં (છ માસમાં) રૂા. ૨૦૦ કરોડના કામો થયા છે: સંખ્યાબંધ મહત્વાકાંક્ષી પ્રોજેકટ હાલ અધ્ધરતાલ: ત્રણ થિમ બેઇઝ ગાર્ડન, ૧ લાખ વૃક્ષોના વાવેતરની યોજના પેન્ડીંગ, ટીપી સ્કીમની મંજૂરીના અભાવે રૂંધાય છે શહેરનો વિકાસ. ટીપી સ્કીમ ધડાધડ મંજૂર શા માટે નથી થતી? તે પણ રહસ્ય છે. મિની એમ્યૂઝમેન્ટ પાર્ક (દરેક વોર્ડમાં) સી ફેસ ડેવલપમેન્ટ (વાલસુરા રોડ)નું આયોજન જ નથી થઇ શકયું. ઓડિટોરિયમ તથા ૨ આધુનિક લાઇબ્રેરી હાલ દીવા સ્વપ્ન સમાન. લાલપુર રોડ પરનું સિવિક સેન્ટર હમણાં નહીં બને. ૧૦ સીએનજી બસ માટે ઓર્ડર અપાયેલો છે, બસો હજૂ આવી શકી નથી.
ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા રવિવારે સવારે તળાવ પાળેથી રન ફોર ડેવલપમેન્ટ નામનો દૌડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપા અધ્યક્ષ વિમલભાઈ કગથરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનિષ કટારિયા વગેરેએ આ તકે લીલીઝંડી આપી ત્યારે કોર્પોરેશનમાં શાસક જૂથનાં નેતા કુસુમબેન પંડ્યા તથા પૂર્વ મેયર અમીબેન પરીખ, નગરસેવકો દિવ્યેશ અકબરી, કેતન નાખવા વગેરે આ કાર્યક્રમમાં જોડાયા હતાં.


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો