મુખ્ય સામગ્રી પર જાઓ

સંક્ષિપ્ત સમાચાર

  • જામનગરના મેડીકલ સ્ટોર સંચાલકનો આપઘાત કેસ: બિલ્ડરો કનુભાઇ બોસ અને રમણભાઇ મોરઝરીયા એસપી કચેરીએ રજૂઆત કરવા ગયેલાં કે પોતે આ કેસમાં નિર્દોષ છે: પોલીસે ધરપકડ કરી લીધી: નોંધનિય છે કે, સૂસાઇટ નોટમાં આ બંને બિલ્ડરના નામો-મોબાઇલ નંબર છે.
  • કેન્દ્રના સ્વાથ્ય મંત્રી ડો. હર્ષવર્ધનનું નિવેદન: શિયાળામાં કોરોના ના કેસો વધી શે છે. સરકારે વેકસીન ના ઇમરજન્સી ઉપયોગ અંગે હજૂ વિચાર કર્યો નથી: દેશમાં કુલ કેસ ૭૦ લાખ ૫૩ હજાર. કોરોના વાઇરસ ઠંડી સિઝનમાં વધુ સક્રિય બને છે.
  • પાવાગઢમાં રવિવારે એક લાખથી વધુ શ્રધ્ધાળુઓ ઉમટી પડયા: સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા: ૪૦ ટકાથી વધુ લોકોએ માસ્ક પણ પહેર્યા ન હતાં
  • જામનગર નજીકના જાંબુડામાં રૂપિયા ૩ કરોડની જમીનના કૌભાંડની ફરિયાદ પછી ગત ૮ મી એ બે આરોપી ઝડપાયા બાદ રવિવારે વધુ બે આરોપી અમૃત નાનજી મારૂ (પટેલ કોલોની) અને અજય દેવાયતભાઇ બરાડીયા (મોખાણા, તાલુકો લાલપુર)ની ધરપકડ
  • બંગાળની ખાડીમાં લો-પે્રશર સર્જાયુ છે: સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ૧૩/૧૪ તારીખે વરસાદની સંભાવનાઓ છે, ગત્ તા. ૧૦ થી જામનગરમાં ગરમી, બફારો વધ્યા, રાત્રે પણ ઠંડકને બદલે ઉકળાટ છે.
  • હિન્દુજા ફાયનાન્સ કંપની (ક્રોસ રોડ, પટેલ કોલોની)ના કર્મચારી જયેશ તુલસીભાઇ જોશીએ રજાક સોપારી, હુશેન દાઉદ ચાવડા, અમિત નોતિયાર વિરૂધ્ધ ધમકીની ફરિયાદ નોંધાવી 
  • દ્વારકામાં જિલ્લા કક્ષાના રોજગાર ભરતી મેળાવનું આયોજન ૧૭ ઓકટબરથી કરવામાં આવશે. રોજગાર વાંચ્છુઓએ મેળામાં ભાગ લેવા ઓનલાઇન લીંક હતતપસ://ફદ્વરમસ.ગલઇ/ખરનઇબનવજ્ઞસ્ૃ૭ક્ષયઇફઅસ્ પર વિગતો મૂકવાની છે.
  • ગુજરાતમાં વિવિધ વિભાગોમાં કામ કરતાં લગભગ ૧૭૫૦૦ જેટલાં કર્મચારીઓ વય મર્યાદાના લીધે નિવૃત થશે: ગત વર્ષ ૨૦૧૯ માં ૧૯ હજાર કરતાં વધુ કર્મચારીઓ નિવૃત થયા હતાં.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

રવિવારે દૌડના કાર્યક્રમને લીલીઝંડી આપતાં મહાનુભાવો

       ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા રવિવારે સવારે તળાવ પાળેથી રન ફોર ડેવલપમેન્ટ નામનો દૌડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપા અધ્યક્ષ વિમલભાઈ કગથરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનિષ કટારિયા વગેરેએ આ તકે લીલીઝંડી આપી ત્યારે કોર્પોરેશનમાં શાસક જૂથનાં નેતા કુસુમબેન પંડ્યા તથા પૂર્વ મેયર અમીબેન પરીખ, નગરસેવકો દિવ્યેશ અકબરી, કેતન નાખવા વગેરે આ કાર્યક્રમમાં જોડાયા હતાં.

હવે જેલકર્મીઓ પણ આંદોલનના માર્ગે

     જામનગર સહિત ગુજરાતના જેલ કર્મચારીઓ પે ગ્રેડ મુદ્દે  મેદાનમાં આવ્યા છે. તેઓએ આજે સોમવારથી હડતાળ શરૂ કરી છે. આ અગાઉ તેઓએ એક બેઠક યોજી હતી જેમાં હડતાળ અંગે જેલ કર્મીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.  

શ્રી પ્રાણનાથજી પ્રાગટ્ય મહોત્સવની વિશાળ શોભાયાત્રા

     જામનગરમાં મહામતી શ્રી પ્રાણનાથજીના 405 મા પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે શનિવારે જામનગરમાં વિશાળ શોભાયાત્રા નીકળી હતી. જામનગરના રાજાશાહી વખતના દિવાન અને લોહાણા સમાજમાં પ્રગટેલા મહામતી શ્રી પ્રાણનાથજીના જન્મોત્સવમાં મોટી સંખ્યામાં દેશ વિદેશ ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ કૃષ્ણ પ્રણામી ધર્મના સુંદરસાથ અનુયાયીઓ દ્વારા શ્રી 5 નવતનપુરી ધામ ખીજડા મંદિર ખાતેથી વિશાલ શોભાયાત્રા યોજવામાં આવી હતી. આ શોભાયાત્રા ખીજડા મંદિરથી નીકળી હવાઈ ચોક, સેન્ટ્રલ બેન્ક, ચાંદી બજાર થઈ રતનબાઈ મસ્જિદ  નજીક આવેલ ગણેશ ફળીમાં  પ્રાણનાથજીના પ્રાગટ્ય સ્થળ શ્રી પ્રાણનાથજી મેડી મંદિર ખાતે પહોંચી વર્તમાન શ્રીકૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય 108 શ્રી કૃષ્ણમણીજી મહારાજ, પૂ. લક્ષ્મણદેવજી મહારાજ, ચંદન સૌરભજી મહારાજ, પ્રકશાનંદજી મહારાજ સહિતના સંતો મહંતોની ઉપસ્થિતિમાં આરતી અને ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું બાદમાં આ શોભાયાત્રા સજુબા સ્કૂલ, પંજાબ નેશનલ બેંક, બેડી ગેઇટ વિસ્તાર, પંચેશ્વર ટાવર પહોંચી હતી જ્યાં લોહાણા મહાજન સમાજના પ્રમુખ જીતુભાઈ લાલ અને મંત્રી રમેશભાઈ દતાણી તેમજ અગ્રણીઓ દ્વારા શોભાયાત્રા નું આતશબાજી અને ...