જોડીયા તાલુકાના ખિરી ગામ નજીક રામ સેવા આશ્રમ હનુમાન મંદિરમાં આજથી ૧૦ વર્ષ પહેલાં ચોરી થયેલી. ૪ શખ્સોએ ચોરી કરી હતી. જે આરોપીઓ પૈકીનો એક મધ્ય પ્રદેશનો શખ્સ ૧૦ વર્ષે મોરબી જિલ્લાના વાંકાનેરમાંથી ઝડપાયો છે.
જામનગર એલસીબીના પીઆઇ કે.જી. ચૌધરીના માર્ગદર્શન પ્રમાણે, પેરોલ ફર્લો સ્કવોડના પીએસઆઇ ગચ્ચરની ટીમે આ શખ્સને ટેકનિકલ એનાલિસિસના આધારે ઝડપી લીધી છે.


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો