જામનગર વીજતંત્ર દ્વારા કોર્પોરેટ ડ્રાઈવ અંતર્ગત ગત્ સોમવારથી વીજચેકીંગનો ફરીથી આરંભ કરવામાં આવ્યો છે. ચેકીંગનાં બીજાં દિવસે મંગળવારે તંત્રની કુલ ૨૯ ટીમોએ શહેરમાં સેન્ટ્રલ ઝોન, સાત રસ્તા તથા પટેલ કોલોની સબ ડિવિઝન હેઠળનાં વિવિધ વિસ્તારોમાં કુલ ૨૦૨ વીજજોડાણો ચેક કર્યા હતા જે પૈકી ૬૩ વીજજોડાણો માં વીજચોરી માલૂમ પડતાં આ આસામીઓને કુલ રૂ. ૨૬.૫૫ લાખનાં વીજપૂરવણી બિલો આપવામાં આવ્યા હતાં.
સોમવારે પણ વીજચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો