જામનગર મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ શાખામાં દબાણ નિરીક્ષક તરીકે ફરજ બજાવતા સુનિલ ભાનુશાળી દ્વારા શહેરના સુપર માર્કેટ નજીક રખડતી ગાય મુદ્દે ઢોરમાલિક હેમંત વાઘેલા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. જાહેરનામાનાં ભંગ સહિતની કલમો હેઠળ આ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આ ઉપરાંત પાબારી હોલ નજીક એક ગાય જાહેર માર્ગ પર રખડી રહી હોય જાહેરનામાં નાં ભંગ બદલ આ ગાયનાં માલિક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. ગાયનાં કાન પર લગાવવામાં આવેલાં ટેગના આધારે, કોર્પોરેશનના ઇન્ચાર્જ સિક્યોરિટી અધિકારી રાજેન્દ્રસિંહ ચાવડાએ આ પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ બંને ફરિયાદ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે.

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો