જામનગરના મોરકંડા રોડ પર રબ્બાની પાર્કની છેલ્લી શેરીમાં સંખ્યાબંધ રહેવાસીઓ ગંદા પાણીની સમસ્યાથી ત્રસ્ત છે. આ ગલીમાં બિલ્ડરની ભૂલને કારણે રહેણાંક વિસ્તારોનું વપરાશી પાણી માર્ગો પર પથરાઇ જાય છે. ખાબોચિયા ભરાઇ જાય છે. જેમાં ગંદકી તથા મચ્છરો થાય છે એમ જણાવી લોકોેએ અંજલિ ન્યૂઝ સમક્ષ ઉમેર્યુ છે કે, છેલ્લાં છ-સાત મહિનાથી આ સ્થિતિ છે. મહાનગરપાલિકામાં કોઇ સાંભળતું નથી. ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓ કે આગેવાનોએ ધ્યાન આપ્યુ નથી. તેથી રહેવાસીઓએ તસ્વીરો તથા વિગતો અંજલિ ન્યૂઝને મોકલાવી છે.
આ વિસ્તારમાં બિલ્ડર્સ સોયબભાઇ ફૂલવાલા તથા હાજીભાઇ મેમણ દ્વારા મકાનો બનાવવામાં આવ્યા છે.



ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો