ગુજરાત ભાજપાની કોર કમિટીમાં અત્યાર સુધી ૧૨ સભ્યો હતાં, થોડાં દિવસો પહેલાં તેમાં વિજય રૂપાણી, નીતિન પટેલ તથા ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનો સમાવેશ કરવામાં આવ્યા પછી, ગઈકાલે રવિવારે ભાજપાનાં રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ. સંતોષના ગુજરાત આગમન પછી, કોર કમિટીમાં વધુ ત્રણ સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં જામનગરનાં ધારાસભ્ય ( પૂર્વ પ્રદેશ અધ્યક્ષ) આર.સી. ફળદુ, ભરત બોઘરા તથા ભારતીબેન શિયાળનો સમાવેશ થાય છે. વિધાનસભા ચૂંટણી પૂર્વે આ કમિટીએ મહત્વની જવાબદારી નિભાવવાની રહેશે. હવે કુલ સભ્યોની સંખ્યા ૧૮ થઈ છે. સામાન્ય રીતે આ પ્રકારની કમિટીમાં સિનિયર નેતાઓનો સમાવેશ થતો હોય છે. જો કે તેમાં પણ જ્ઞાતિ અને સંબંધિત વિસ્તારો વગેરે ફેકટર ધ્યાનમાં લેવામાં આવતાં હોય છે. સંગઠન અને સરકાર ઉપરાંતની આ એક વધારાની વ્યવસ્થા હોય છે, જે ચૂંટણીઓ પૂર્વે મહત્વની ભૂમિકા ભજવે છે.

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો