જામનગર સહિત રાજ્યભરમાં આઇટીઆઇનાં ટેકનિકલ કર્મચારીઓ દ્વારા હડતાળ જાહેર કરવામાં આવી છે. કર્મચારીઓ જણાવે છે કે, તેઓનાં પગારધોરણ અને સળંગ નોકરી ગણવાના મુદ્દા સહિતના પ્રશ્નો વર્ષોથી અણઉકેલ છે, આ અંગે સરકાર સમક્ષ વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં સરકાર દ્વારા ધ્યાન આપવામાં આવતું નથી જેને કારણે તમામ ટેકનિકલ કર્મચારીઓ દ્વારા હડતાળનો આશરો લેવામાં આવ્યો છે. ૨૩મી ઓગસ્ટે તમામ કર્મચારીઓએ પ્રતિક ઉપવાસ કર્યા હતા. આગામી ૧૦ મી સપ્ટેમ્બરે ગાંધીનગર ખાતે સત્યાગ્રહ છાવણીમાં સમગ્ર રાજ્યના આઈટીઆઈ કર્મચારીઓ ધરણાં કરશે અને પછી પણ સરકાર ઢીલી નહીં પડે તો ૨૯ સપ્ટેમ્બરથી કર્મચારીઓ રજા પર ઉતરી જશે.
ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા રવિવારે સવારે તળાવ પાળેથી રન ફોર ડેવલપમેન્ટ નામનો દૌડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપા અધ્યક્ષ વિમલભાઈ કગથરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનિષ કટારિયા વગેરેએ આ તકે લીલીઝંડી આપી ત્યારે કોર્પોરેશનમાં શાસક જૂથનાં નેતા કુસુમબેન પંડ્યા તથા પૂર્વ મેયર અમીબેન પરીખ, નગરસેવકો દિવ્યેશ અકબરી, કેતન નાખવા વગેરે આ કાર્યક્રમમાં જોડાયા હતાં.

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો