જામનગરમાં જીજી હોસ્પિટલ નજીક બે શખ્સો સોનાનાં દાગીના વેચવા માટે પ્રયત્નો કરી રહ્યા છે એવી બાતમીના આધારે, સિટી બી ડિવિઝન પોલીસ દ્વારા આ શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે અને તેઓનાં કબજામાંથી ૧૧૪ ગ્રામ સોનાની કુલ રૂ. ૩,૪૨,૦૦૦ ની ચીજવસ્તુઓ કબ્જે લેવામાં આવી છે.
પોલીસ ઇન્સ્પેકટર કે જે ભોયેના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ જાડેજાની ટીમે આ શખ્સોને શોધી કાઢ્યા છે. આ શખ્સોએ નવાગામ ઘેડમાં માતૃ આશિષ સોસાયટીમાં ચોરી કરેલી તેનો આ મુદામાલ હોવાનું પોલીસે જાહેર કર્યું છે.
આ શખ્સોના નામ: નિખિલ જયેશ પ્રતાપ કેશોર ( ધંધો: મજૂરી) અને તુષાર ( ધંધો: DJ ) છે. આ બંને ભાઈઓ છે અને માતૃ આશિષ સોસાયટીમાં જ રહે છે.

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો