
જામનગર પેરોલ ફર્લો સ્ક્વોડે એક આરોપીને રાજકોટનાં શાપરમાંથી શોધી કાઢ્યો છે. આ શખ્સ છેતરપિંડીનાં એક કેસમાં ૨ વર્ષથી નાસતો ફરતો હતો. આરોપીનું નામ મહેશ કાનજી સલોડીયા છે જે સુરતનો રહેવાસી છે તેણે કાલાવડના એક વેપારી સાથે છેતરપિંડી કરી હોવાની ફરિયાદ આ શખ્સ વિરુદ્ધ નોંધાયેલી છે. ક્રાઈમ બ્રાન્ચના પીઆઇ કે જે ભોયેના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ ગરચરની ટીમે આ શખ્સને શોધી કાઢ્યો છે. આ શખ્સ સુરતનો વેપારી છે.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો