મુખ્ય સામગ્રી પર જાઓ

JMC નાં અધિકારીએ નશો કર્યાનો મહિલા કોર્પોરેટરનો આક્ષેપ

 

    જામનગરમાં વોર્ડ નં ૧૬ ખાતે કોર્પોરેશન દ્વારા ચાલી રહેલા એક કામની મુલાકાત દરમિયાન નગરસેવિકા જેનબબેન ખફીને એવું જાણવા મળ્યું હતું કે, સ્થળ પર પહોંચેલા વોટર વર્કસ વિભાગના વડા પી.સી. બોખાણીએ ડ્રીંક કર્યું છે ! આ અંગે કોર્પોરેટર દ્વારા પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. જો કે, કમિશનરની દરમિયાનગીરીને કારણે અને નિષ્પક્ષ તપાસની ખાતરીના પગલે કોર્પોરેટર દ્વારા હાલ આ અધિકારી વિરુદ્ધ કોઈ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી.
    આ મુદ્દે અધિકારીએ જણાવ્યું છે કે, તેઓએ નશો કર્યો ન હતો. તમાકુવાળો મસાલો ખાધો હતો.
આ પ્રકરણે કોર્પોરેશનમાં ખળભળાટ મચાવ્યો છે.


ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

રવિવારે દૌડના કાર્યક્રમને લીલીઝંડી આપતાં મહાનુભાવો

       ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા રવિવારે સવારે તળાવ પાળેથી રન ફોર ડેવલપમેન્ટ નામનો દૌડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપા અધ્યક્ષ વિમલભાઈ કગથરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનિષ કટારિયા વગેરેએ આ તકે લીલીઝંડી આપી ત્યારે કોર્પોરેશનમાં શાસક જૂથનાં નેતા કુસુમબેન પંડ્યા તથા પૂર્વ મેયર અમીબેન પરીખ, નગરસેવકો દિવ્યેશ અકબરી, કેતન નાખવા વગેરે આ કાર્યક્રમમાં જોડાયા હતાં.

હવે જેલકર્મીઓ પણ આંદોલનના માર્ગે

     જામનગર સહિત ગુજરાતના જેલ કર્મચારીઓ પે ગ્રેડ મુદ્દે  મેદાનમાં આવ્યા છે. તેઓએ આજે સોમવારથી હડતાળ શરૂ કરી છે. આ અગાઉ તેઓએ એક બેઠક યોજી હતી જેમાં હડતાળ અંગે જેલ કર્મીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.  

રૂ. પાંચ લાખની ચોરીમાં ભત્રીજો આરોપી નીકળ્યો

       જામનગરમાં લંઘાવાડ ઢાળિયા નજીક આવેલી બાજરીયા બ્રધર્સ નામની પેઢીનાં સંચાલકના ઘરમાંથી ગત્ ૨૨ મીએ રૂ. પાંચ લાખની રોકડની ચોરીની ફરિયાદ પછી સિટી બી ડિવિઝન પોલીસ ઇન્સ્પેકટર કે જે ભોયેના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ વાઢેરની ટીમે જામનગરથી મુંબઈ જતી એક ટ્રાવેલ્સ બસમાંથી આરોપી સરફરાઝ હુશેન આંબલિયા નામનાં મજૂરને રૂ. પાંચ લાખની રોકડ, આધારકાર્ડ તથા પાનકાર્ડ સાથે ઝડપી લીધો છે. આરોપીએ પોતાનાં કૌટુંબિક કાકાનાં ઘરમાં ચોરી કરી હોવાનું અને તેનો આ મુદામાલ હોવાનું પોલીસે જાહેર કર્યું છે.