જામનગરમાં કોર્પોરેશનની ચૂંટણી નજીક આવતાં વિકાસકાર્યોની જાહેરાતો ઝડપભેર થઇ રહી છે. જો કે તેથી નગરજનો ખુશ છે. જોઇએ અત્રે કેટલાંક વિકાસકાર્યો.
રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજાના હસ્તે વોર્ડ નંબર ૧૫ માં રઘુવીર પાર્ક, નિલકંઠ પાર્ક, પંચવટી સોસાયટી, વોર્ડ નંબર ૧૬ માં સિધ્ધિ વિનાયક, મંગલદીપ સોસાયટી, સરદાર પાર્ક, સરસ્વતી પાર્ક વગેરે સ્થળોએ સીસી રોડ, સીસી બ્લોકના કામો શરૂ કરાવવામાં આવ્યા છે. ધારાસભ્યની ગ્રાંટમાંથી આ કામો કોર્પોરેશન કરાવી રહ્યું છે.
આ તકે મેયર, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન, બંને વોર્ડના નગરસેવકો, સ્થાનિક અગ્રણીઓ, સંબંધિત નગરજનો વગેરે હાજર રહ્યા હતાં.


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો