જામનગર જિલ્લાના ધ્રોળ તાલુકામાં મોટા વાગુદળ ગામના એક પ્રગતિશીલ ખેડૂતે સરકારની વિવિધ યોજનાઓનો લાભ લઇ ૧૧ એકર જમીનમાં બાગાયતી પાકોની ખેતી દરમિયાન ગલગોટાના ફૂલ, ટેટી, તરબૂચ જેવા પાકો ઉગાડયા છે અને વાર્ષિક રૂપિયા ૨૦ લાખ જેટલું વળતર પ્રાપ્ત કર્યુ છે.
તેઓ વૈજ્ઞાનિક પધ્ધતિઓથી વાવેતર કરે છે. બારમાસી આવક મેળવે છે. મગફળી, કપાસ, ચણા જેવા પાકોમાં સારૂં વળતર મળતું નથી એમ તેઓ જણાવે છે. આ ખેડૂતના દીકરીએ કૃષિ વિજ્ઞાનમાં ડિગ્રી પણ મેળવેલી છે.
જામનગર જિલ્લાના અન્ય ખેડૂતો પણ પરંપરાગત પાકોના બદલે વૈવિધ્ય લાવી ખેતીમાં જબરૂં પરિવર્તન નોંધાવી શકે.


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો