જામનગરના વાલસુરા ખાતે નૌકાદળ દ્વારા નૌસેના દિવસ નિમિતે નેવી બેન્ડ કોન્સર્ટનો કાર્યક્રમ ખૂલ્લા સભાગૃહમાં આયોજિત કરવામાં આવ્યો હતો. જેનું જામનગરમાં લાઇવ પ્રસારણ પણ કરવામાં આવેલું.
દક્ષિણ નૌસેના કમાન દ્વારા ઉજવવામાં આવી રહેલાં સપ્તાહના ભાગરૂપે આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો. બેન્ડ દ્વારા કોર્ન ફીલ્ડ રોક, ચેરિ પિંક ટુ ઇમ્પ્સ તથા રાગ નટા સહિતની ધૂનો રજૂ કરવાામાં આવી.
બેન્ડના કપ્તાન પી.જી. જોર્ન દ્વારા સંગીત બધ્ધ કરવામાં આવેલી. સૈન્યની ત્રણેય પાંખો માટેનું ગીત જય ભારતી પ્રસ્તુત કરવામાં આવ્યા પછી છેલ્લે "સારે જહાં સે અચ્છા" ની મધુર ધૂન પ્રસ્તુત કરવામાં આવેલી.
નૌકાદળના અધિકારીઓ, જવાનો, તેમના પરિવારજનો તથા જામનગરના નાગરિકો કોન્સર્ટમાં હાજર રહ્યા હતાં.


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો