જામનગર મહાનગરપાલિકા, રોટરી કલબ તથા જામનગર આર્ટ એસોસિએશનના સંયુકત ઉપક્રમે ગત રવિવારે જામનગરમાં ચિત્રનગરી પ્રોજેકટ અંતર્ગત કલાકાર ભાઇઓ તથા બહેનોએ ભીંતચિત્રોનું નિર્માણ કયું<.
સરકારી વસાહતની સામેના ભાગમાં પત્રકાર કોલોની નજીકની એસબીઆઇ કોલોનીની સળંગ દિવાલ પર અંદાજે ૫૦ જેટલાં ચિત્રકાર ભાઇઓ તથા બહેનોએ કલીન જામનગર, ગ્રીન જામનગર અંતર્ગત સ્વચ્છતાનો સંદેશ આપતાં અંદાજે ૩૦ જેટલાં ચિત્રોનું નિર્માણ કયું<.
આ તકે રોટરી કલબના શિવાંગ પંડયા, પ્રોફેસર જયેશ વાઘેલા, ચિત્રકાર સન્ની કુંભારાણા વગેરે કાર્યક્રમમાં જોડાયા હતાં.


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો