દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્યમથક ખંભાળિયાના મુખ્યમાર્ગ પર બે શખ્સોએ એક યુવાનને નગ્ન અવસ્થામાં ફેરાવ્યો હતો. ચંદુ ગઢવી નામના આ યુવાને ફરિયાદ પણ નોંધાવી છે. આ યુવાને જોધપુર ગેટ તથા નગરગેટ વચ્ચે નગ્ન સ્થિતિમાં આવનજાવન (પરેડ) કરાવવામાં આવેલી જેના કારણે વેપારીઓ, રાહદારીઓ, વાહનચાલકો બધાં જ ક્ષોભની સ્થિતિમાં મૂકાઇ ગયા હતાં પરેડના આ માર્ગ પર પોલીસ સ્ટેશન હોવા છતાં આ ઘટના બની! બાદમાં ઉહાપોહ થતાં પોલીસે બે શખ્સોની અટકાયત કરી.
આ ઘટનાના રાજ્યભરમાં સોશિયલ મીડિયામાં ઘેરાં પડઘાં પડતાં રાજકોટથી આઇજી સંદીપસિંઘ ખંભાળીયા પહોંચ્યા હતાં. તે પછી પાંચ આરોપીઓની આ કેસમાં ધરપકડ થઇ. આ શખ્સોએ સોશિયલ મીડિયામાં પોસ્ટ મામલે આ યુવાનનું અપહરણ કર્યાનું ખૂલ્યું છે.



ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો