મુખ્ય સામગ્રી પર જાઓ

સંક્ષિપ્ત સમાચાર


  • કેન્દ્ર સરકારના સ્વાસ્થ્ય સચિવ બોલ્યા: બધાં જ નાગરિકોને કોરોના વેકસીન આપવાની વાત જ નથી: સંક્રમિત લોકોને રસી આપી સંક્રમણની ચેન તોડવામાં આવશે.
  • દિલ્હીમાં પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશના ખેડૂતો જબ્બર આંદોલન ચલાવી રહ્યા છે. કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદાઓનો વિરોધ થઇ રહ્યો છે. સરકાર ખેડૂતો વચ્ચે ગઇકાલે વાટાઘાટ થયેલો જે નિષ્ફળ નિવડી છે. ત્રીજી ડિસેમ્બરે ફરીથી વાતચીત થશે.
  • બીજી બાજુ કૃષિ કાયદા મુદે્ સાથીપક્ષ અકાલીદળ ભાજપાનો સાથ છોડી ચૂકયું છે. ખેડૂતોના સમર્થનમાં આરએલપી તથા જે.જે.પી. પાર્ટીએ પણ સાથીપક્ષ ભાજપાને ભીસમાં લીધો છે. એક અપક્ષ ધારાસભ્યએ પણ ભાજપાનો સાથ છોડયો છે.
  • ખંભાળિયા માર્ગ પર જાખરના પાટિયા નજીક એક ડ્રાઇવર પોતાના ટેન્કરમાં ગેજ વડે પેટ્રોલ માપી રહ્યો હતો ત્યારે વીજલાઇનમાં ગેજ અડી જતાં ટેન્કર ચાલકનું વીજઆંચકાથી મોત.
  • દમણથી એક ટ્રકમાં ૧૧૬૮ બોટલ શરાબ અને બિયરના ૧૬૮ ટીન રાજકોટ લઇ જવામાં આવી રહ્યા હતાં ત્યારે બામણબોર-નવાગામ નજીખ રાજકોટ પોલીસે આ જથ્થો ઝડપી લીધો છે. ટ્રકનો ચાલક જામનગરમાં જી.જી. હોસ્પિટલ પાછળ મધુરમ સોસાયટીમાં રહે છે. તેનું નામ ધર્મેન્દ્ર દિલીપભાઇ ગોહિલ (મૂળ જાંબુડાનો વતની)છે. ટ્રકના નંબર જીજે.૧૨.એકસ. ૩૬૫૫ છે. ટ્રક સહિત કુલ રૂપિયા ૧૭ લાખનો મુદામાલ કબજે લેવામાં આવ્યો છે.
  • કોરોના દર્દીઓના ઘરની બહાર તંત્રો પોસ્ટર લગાડતાં હોય સમાજ આ દર્દીઓ પ્રત્યે અછૂત જેવું વર્તન કરે છે, એમ કહી સુપ્રિમ કોર્ટે ટીકા કરી છે.
  • સિક્કા પોલીસ સ્ટેશનના પીએસઆઇ કે.આર. સિસોદિયાને મેઘપર તથા મેઘપરના પીએસઆઇ ડી.એસ. વાઢેરને લાલપુર તેમજ લાલપુરના પીએસઆઇ બી.એસ. વાળાને પંચ એ ડિવિઝનમાં મૂકવામાં આવ્યા છે.
  • ધ્રોળના પીએસઆઇ સી.એમ. કાંટેલિયાને પંચ બી પોલીસ સ્ટેશનમાં, ઉદ્યોગનગર ચોકીના પીએસઆઇ એમ.એન. જાડેજાને ધ્રોળ પંચ બી ના જે.ડી. પરમારને શેઠવડાળા મૂકવામાં આવ્યા છે.
  • શેઠવડાળાના પીએસઆઇ એ.ડી. વાળાને જામનગર ટ્રાફિકમાં, ટ્રાફિકના પીએસઆઇ વૈશાલી આહિરને જામજોધપુરમાં સેકન્ડ પીએસઆઇ તરીકે તથા પંચ એ ના પીએસઆઇ ચુડાસમાને ઉદ્યોગનગર પોલીસ ચોકીમાં બદલી આપવામાં આવી છે.
  • ગુજરાતના કોંગ્રેસના રાજ્ય સભાના સાંસદ અહેમદ પટેલનું કોરોનામાં નિધન થયાના ૭ દિવસમાં ભાજપાના સાંસદ (રાજ્યસભા) અભય ભારદ્વાજનું કોરોના સારવાર દરમિયાન ચેન્નાઇ ખાતે નિધન થયું છે. રાજ્યસભાના અન્ય બે સાંસદો કોરોના સારવાર હેઠળ છે.
  • સતત બીજા મહિને કેન્દ્ર સરકારને જીએસટી કલેકશનની રૂપિયા ૧,૦૦,૦૦૦ કરોડથી વધુની આવક થઇ છે: દેશમાં સાડા પાંચ લાખથી વધુ જીએસટી નંબરો એવા છે જેઓએ બે થી માંડીને ૬ મહિનાથી જીએસટી રિટર્ન ભર્યા નથી, આ તમામ નોંધણી નંબરો રદ્‌ થશે.
  • મહેસાણાથી દ્વારકા દર્શને આવેલાં ત્રણ યુવક એક યુવતી કારમાં દ્વારકાથી પરત ફરી રહ્યા હતાં ત્યારે નાની ધ્રેવાડ નજીક એક ટ્રક સાથેના અકસ્માતમાં કારનો ભૂક્કો બોલી ગયો અને કારમાં સવાર ચારેય લોકોના મોત નિપજ્યા છે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

રવિવારે દૌડના કાર્યક્રમને લીલીઝંડી આપતાં મહાનુભાવો

       ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા રવિવારે સવારે તળાવ પાળેથી રન ફોર ડેવલપમેન્ટ નામનો દૌડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપા અધ્યક્ષ વિમલભાઈ કગથરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનિષ કટારિયા વગેરેએ આ તકે લીલીઝંડી આપી ત્યારે કોર્પોરેશનમાં શાસક જૂથનાં નેતા કુસુમબેન પંડ્યા તથા પૂર્વ મેયર અમીબેન પરીખ, નગરસેવકો દિવ્યેશ અકબરી, કેતન નાખવા વગેરે આ કાર્યક્રમમાં જોડાયા હતાં.

હવે જેલકર્મીઓ પણ આંદોલનના માર્ગે

     જામનગર સહિત ગુજરાતના જેલ કર્મચારીઓ પે ગ્રેડ મુદ્દે  મેદાનમાં આવ્યા છે. તેઓએ આજે સોમવારથી હડતાળ શરૂ કરી છે. આ અગાઉ તેઓએ એક બેઠક યોજી હતી જેમાં હડતાળ અંગે જેલ કર્મીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.  

શ્રી પ્રાણનાથજી પ્રાગટ્ય મહોત્સવની વિશાળ શોભાયાત્રા

     જામનગરમાં મહામતી શ્રી પ્રાણનાથજીના 405 મા પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે શનિવારે જામનગરમાં વિશાળ શોભાયાત્રા નીકળી હતી. જામનગરના રાજાશાહી વખતના દિવાન અને લોહાણા સમાજમાં પ્રગટેલા મહામતી શ્રી પ્રાણનાથજીના જન્મોત્સવમાં મોટી સંખ્યામાં દેશ વિદેશ ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ કૃષ્ણ પ્રણામી ધર્મના સુંદરસાથ અનુયાયીઓ દ્વારા શ્રી 5 નવતનપુરી ધામ ખીજડા મંદિર ખાતેથી વિશાલ શોભાયાત્રા યોજવામાં આવી હતી. આ શોભાયાત્રા ખીજડા મંદિરથી નીકળી હવાઈ ચોક, સેન્ટ્રલ બેન્ક, ચાંદી બજાર થઈ રતનબાઈ મસ્જિદ  નજીક આવેલ ગણેશ ફળીમાં  પ્રાણનાથજીના પ્રાગટ્ય સ્થળ શ્રી પ્રાણનાથજી મેડી મંદિર ખાતે પહોંચી વર્તમાન શ્રીકૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય 108 શ્રી કૃષ્ણમણીજી મહારાજ, પૂ. લક્ષ્મણદેવજી મહારાજ, ચંદન સૌરભજી મહારાજ, પ્રકશાનંદજી મહારાજ સહિતના સંતો મહંતોની ઉપસ્થિતિમાં આરતી અને ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું બાદમાં આ શોભાયાત્રા સજુબા સ્કૂલ, પંજાબ નેશનલ બેંક, બેડી ગેઇટ વિસ્તાર, પંચેશ્વર ટાવર પહોંચી હતી જ્યાં લોહાણા મહાજન સમાજના પ્રમુખ જીતુભાઈ લાલ અને મંત્રી રમેશભાઈ દતાણી તેમજ અગ્રણીઓ દ્વારા શોભાયાત્રા નું આતશબાજી અને ...