- વિશ્વ આરોગ્ય સંસ્થા (દ્રહ્યષ્)ના વડા ટેડ્રીસ અધાનામ ધેબ્રેયાયસસ કોરોના પોઝિટીવ જાહેર થતાં કવોરન્ટાઇનમાં.
- પાકિસ્તાને ગિલ્ગીટ-બાલ્ટીસ્તાનનો દરજ્જો બદલ્યો: ભારતે સ્પષ્ટ કહ્યું, આ વિસ્તારો અમારાં છે, ખાલી કરો.
- ઉતરપ્રદેશનું લખનૌ એરપોર્ટ ગઇકાલે રવિવારથી અદાણી જૂથને સોંપાઇ ગયું છે.
- ઉતરપ્રદેશના હાથરસ ગેંગરેપ-હત્યાકાંડની સુનાવણી આજે હાઇકોર્ટમાં: સસ્પેન્ડ એસપી દાખલ કરશે સોગંદનામું.
- ગાઝિયાબાદ (રક્ષામંત્રીનો મતવિસ્તાર)માં કવિનગર વિસ્તારમાં રાજ્યસભાના સાંસદ અનિલ અગ્રવાલના ગનરનું શંકાસ્પદ સ્થિતિમાં મોત: સર્કીટ હાઉસમાં રિવોલ્વરની ગોળીથી મોત.
- દિપિકા પાદુકોણની મેનેજર કરિશ્મા પ્રકાશને શુક્રવારે એનસીબીએ ડ્રગ્સ મામલે સમન્સ મોકલેલું. તેણીના ઘરમાંથી ડ્રગ્સ મળ્યું છે: સમન્સ પછી પણ શનિવારે કરિશ્મા હાજર થઇ ન હતી: એનસીબીએ તેની મમ્મી તથા કવાન નામની એજન્સીને સમન્સ મોકલાવ્યું.
- પૂનામાં લશ્કરી ભરતીનું કૌભાંડ: બનાવટી ભરતીકાંડ ખૂલ્યો, ૩ આરોપીની ધરપકડ: મિલિટરી ઇન્ટેલિજન્સની કૌભાંડ પકડવામાં મહત્વની ભૂમિકા: સરકાર મેદાનમાં શારીરિક ચકાસણીનો કેલ્પ: દરેક ઉમેદવાર પાસે દોઢ-દોઢ લાખ રૂપિયાની માંગણી કરવામાં આવેલી.
- ગાઝિયાબાદમાં પોલીસે પકડેલાં એક ચોરના ટી-શર્ટ પર, "નમો અગેઇન": પોલીસે પ્રેસનોટ-ફોટો પરત મંગાવ્યો: ટ્રોલ થતાં પોલીસે ટવીટ પણ હટાવ્યું.
- આરબીઆઇ (ભારતીય રિઝર્વ બેંક)ના ત્રણ પૂર્વ ગવર્નરોએ આપી ચેતવણી: બેંકોના વધતા એનપીએ ણિદ્વન-ષઇરફદ્વરમાનગ સ્સસઇતસી દેશની આર્થિક પ્રગતિ માટે ખતરો.
ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા રવિવારે સવારે તળાવ પાળેથી રન ફોર ડેવલપમેન્ટ નામનો દૌડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપા અધ્યક્ષ વિમલભાઈ કગથરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનિષ કટારિયા વગેરેએ આ તકે લીલીઝંડી આપી ત્યારે કોર્પોરેશનમાં શાસક જૂથનાં નેતા કુસુમબેન પંડ્યા તથા પૂર્વ મેયર અમીબેન પરીખ, નગરસેવકો દિવ્યેશ અકબરી, કેતન નાખવા વગેરે આ કાર્યક્રમમાં જોડાયા હતાં.


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો