મુખ્ય સામગ્રી પર જાઓ

મગફળી અને સીંગતેલનાં આ ઝેરી ચકકરને, આ રીતે સમજો !


    દર વર્ષે દિવાળીનાં પર્વો પહેલાંના સમયગાળામાં અખબારો અને ટીવી ગાજતા અને ગૂંજતા હોય છે કે, આગામી લાભપાંચમથી સરકાર ટેકાના ભાવે મગફળીની હોબેશ ખરીદી કરશે. આ માટે ખેડૂતો રજિસ્ટ્રેશન કરાવી શકે તે હેતુથી અગાઉથી તારીખો પણ જાહેર કરવામાં આવતી હોય છે. વિવિધ શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં માર્કેટ યાર્ડ મારફતે ટેકાના ભાવે ખરીદી માટેની વ્યવસ્થા સરકારી તંત્રો મારફતે ગોઠવવામાં આવતી હોય છે. સરકાર ખેડૂતોની સમૃદ્ધિ માટે રાતદિવસ કામ કરે છે, એ પ્રકારના પ્રચાર માટે બધાં જ સંબંધિતો ઓવરટાઈમ કરતાં હોય છે. ત્યારબાદ, વિવિધ યાર્ડમાં મગફળીની ટેકાના ભાવે ખરીદી થતી રહે છે. દરમિયાન, ટેકાના ભાવ કરતાં ઉંચા ભાવે જાહેર હરાજીમાં પણ લાખો ટન મગફળી વેચાતી રહે છે. સારી મગફળી ખાનગી વેપારીઓ મારફતે ખરીદાતી રહે છે અને નબળી મગફળી, ઘણાં કિસ્સાઓમાં કૌભાંડનાં માધ્યમથી, સરકારી અધિકારીઓ ટેકાના ભાવે ખરીદતાં રહે છે. ખેડૂતોનાં ઘરોમાં ચિક્કાર નાણું ઠલવાતું રહે છે.
    તમે ક્યારેય વિચાર કર્યો છે કે, સરકારે ટેકાના ભાવે ખેડૂતો પાસેથી મગફળી સહિતની ખેત જણસો શા માટે ખરીદવી જોઈએ ?!
    જે ખેડૂતો આર્થિક રીતે નબળાં હોય, તેઓનાં પરિવારની આજિવિકા ખેતીથી માંડ માંડ ચાલતી હોય, જે ખેડૂતો ખૂબ જ નાની જમીન અને મર્યાદિત ખેત ઉત્પાદન ધરાવતાં હોય - તેઓને આર્થિક ટેકો આપવા, ગરીબી રેખા હેઠળના આ ખેડૂતોને સહાય માટે તેઓ પાસેથી ખેત ઉત્પાદન ટેકાના ભાવે ખરીદવામાં આવે તેમાં કાંઇ ખોટું નથી. પરંતુ શ્રીમંત ખેડૂતોનાં ખેત ઉત્પાદન સરકારે શા માટે ખરીદવા જોઈએ ?! તેઓ ખેતી કરે છે એ એમનો ધંધો છે, તેઓ સેવા નથી કરતાં, બિઝનેસ કરે છે.
    અને, સૌથી મહત્વનો મુદ્દો એ છે કે - ખેત ઉત્પાદન ટેકાના ભાવે ખરીદીને સરકાર ખેડૂતોને જે કરોડો રૂપિયા આપે છે તે નાણાં કરદાતા નાગરિકોનાં છે. સરકાર કે શાસકપક્ષ આ નાણાં ખિસ્સામાંથી નથી આપતાં, આવી દરિયાદિલી શા માટે ?! અને, કરદાતા નાગરિકોનાં નાણાં આ રીતે ચૂંટણીમાં મતો મેળવવા માટે સરકારો અને શાસકપક્ષો આપણને કરદાતાઓને પૂછયા વિના શા માટે વેડફી નાંખે છે ?! કરદાતા નાગરિકોને આ આખી કવાયતથી ફાયદો શું ?! આ ખરીદીનાં અંતે સરકારી ગોદામોમાં લાખો ટન નબળાં ખેત ઉત્પાદનો ઠલવાય છે, જેમાં આગ પણ લાગી જાય ! સડી પણ જાય ! કચરો પણ બની જાય ! કરદાતા નાગરિકોનાં કરોડો રૂપિયા ભૂત ! રાજકીય પક્ષોને મતો અને ખેડૂતોને રૂપિયા મળી જાય ! વચ્ચેથી સરકારી તંત્રો મલાઈ તારવી લ્યે ! મરો કરદાતા નાગરિકોનો.
    
હવે શરૂ થાય છે - બીજો ખતરનાક ખેલ.

    મગફળી સહિતનાં ખેત ઉત્પાદનની બીજી સિઝન આવે ત્યાં સુધી, આ જ કરદાતા નાગરિકોએ મોંઘા ભાવનું સીંગતેલ ખાવાનું ! કરદાતા નાગરિકોનાં નાણાંથી ખરીદાયેલી અને સંગ્રહ થયેલી મગફળી બજારમાં તેલનાં ભાવોને કાબૂમાં રાખવા ક્યાંય કામ ન આવે !! આ ઝેરી ચક્કર આ રીતે સમજો.
    કરદાતા નાગરિકોએ સરકારને, શાસકપક્ષને, ખેડૂતોને અને તેલિયા રાજાઓને જિવાડવાના !! અને, કરદાતા નાગરિકોનું બધી બાજુએથી *તેલ* કાઢવામાં આવે !!

    આ ઝેરી ચક્કરને ઝડપથી સમજી લો, કરદાતા નાગરિકો આ તમારાં હિતની વાત છે, જે ક્યારેય અખબારોમાં ગાજશે નહીં, ટીવીમાં ગૂંજશે નહીં.
                                                                                                                                     





 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

રવિવારે દૌડના કાર્યક્રમને લીલીઝંડી આપતાં મહાનુભાવો

       ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા રવિવારે સવારે તળાવ પાળેથી રન ફોર ડેવલપમેન્ટ નામનો દૌડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપા અધ્યક્ષ વિમલભાઈ કગથરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનિષ કટારિયા વગેરેએ આ તકે લીલીઝંડી આપી ત્યારે કોર્પોરેશનમાં શાસક જૂથનાં નેતા કુસુમબેન પંડ્યા તથા પૂર્વ મેયર અમીબેન પરીખ, નગરસેવકો દિવ્યેશ અકબરી, કેતન નાખવા વગેરે આ કાર્યક્રમમાં જોડાયા હતાં.

હવે જેલકર્મીઓ પણ આંદોલનના માર્ગે

     જામનગર સહિત ગુજરાતના જેલ કર્મચારીઓ પે ગ્રેડ મુદ્દે  મેદાનમાં આવ્યા છે. તેઓએ આજે સોમવારથી હડતાળ શરૂ કરી છે. આ અગાઉ તેઓએ એક બેઠક યોજી હતી જેમાં હડતાળ અંગે જેલ કર્મીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.  

શ્રી પ્રાણનાથજી પ્રાગટ્ય મહોત્સવની વિશાળ શોભાયાત્રા

     જામનગરમાં મહામતી શ્રી પ્રાણનાથજીના 405 મા પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે શનિવારે જામનગરમાં વિશાળ શોભાયાત્રા નીકળી હતી. જામનગરના રાજાશાહી વખતના દિવાન અને લોહાણા સમાજમાં પ્રગટેલા મહામતી શ્રી પ્રાણનાથજીના જન્મોત્સવમાં મોટી સંખ્યામાં દેશ વિદેશ ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ કૃષ્ણ પ્રણામી ધર્મના સુંદરસાથ અનુયાયીઓ દ્વારા શ્રી 5 નવતનપુરી ધામ ખીજડા મંદિર ખાતેથી વિશાલ શોભાયાત્રા યોજવામાં આવી હતી. આ શોભાયાત્રા ખીજડા મંદિરથી નીકળી હવાઈ ચોક, સેન્ટ્રલ બેન્ક, ચાંદી બજાર થઈ રતનબાઈ મસ્જિદ  નજીક આવેલ ગણેશ ફળીમાં  પ્રાણનાથજીના પ્રાગટ્ય સ્થળ શ્રી પ્રાણનાથજી મેડી મંદિર ખાતે પહોંચી વર્તમાન શ્રીકૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય 108 શ્રી કૃષ્ણમણીજી મહારાજ, પૂ. લક્ષ્મણદેવજી મહારાજ, ચંદન સૌરભજી મહારાજ, પ્રકશાનંદજી મહારાજ સહિતના સંતો મહંતોની ઉપસ્થિતિમાં આરતી અને ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું બાદમાં આ શોભાયાત્રા સજુબા સ્કૂલ, પંજાબ નેશનલ બેંક, બેડી ગેઇટ વિસ્તાર, પંચેશ્વર ટાવર પહોંચી હતી જ્યાં લોહાણા મહાજન સમાજના પ્રમુખ જીતુભાઈ લાલ અને મંત્રી રમેશભાઈ દતાણી તેમજ અગ્રણીઓ દ્વારા શોભાયાત્રા નું આતશબાજી અને ...