મુખ્ય સામગ્રી પર જાઓ

આશ્રયસ્થાનો ( શેલ્ટર હોમ) ની સુવિધાઓ વધારવા સમીક્ષા બેઠક યોજવામાં આવી

    ઘરવિહોણા લોકો આશ્રયસ્થાનો ખાતે સારી રીતે સુવિધાઓ સાથે જિવી શકે તે માટે રાજ્યકક્ષાની શેલ્ટર હોમ મોનિટરીંગ કમિટી કાર્યરત છે. આ કમિટીના ચેરમેન પી.કે. તનેજાના અધ્યક્ષસ્થાને ૨૬ મીએ જામનગર કોર્પોરેશનમાં એક સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. આ સમીક્ષા બેઠકમાં કમિશનર વિજયકુમાર ખરાડીએ ચેરમેન નું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કર્યા પછી ડેપ્યુટી કમિશનર બી.એન.જાનીએ શહેરમાં આશ્રયસ્થાનોની સ્થિતિ અંગે પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. બાદમાં ચેરમેન દ્વારા કોર્પોરેશનને કેટલાંક સૂચનો કરવામાં આવ્યા હતાં.
    ચેરમેને જણાવ્યું હતું કે, હાપા ખાતે આવેલા શેલ્ટર હોમનો વધુમાં વધુ લોકો લાભ લ્યે તે સુનિશ્ચિત કરવું, આ સ્થળે સિટી બસની સુવિધા ઉપલબ્ધ કરાવવી તથા શેલ્ટર હોમ ખાતે ચાલતી તમામ કામગીરીનું ડિજિટાઈઝેશન કરવું. આ ઉપરાંત ચેરમેને જણાવ્યું હતું કે, રાત્રિ દરમિયાન શહેરમાં જે લોકો ફૂટપાથ પર રહેતાં હોય તે લોકો પૈકી વધુમાં વધુ લોકોને પોલીસ વિભાગની મદદ વડે શેલ્ટર હોમ ખાતે ખસેડવા, દરેક શેલ્ટર હોમ નું સરળ નામકરણ કરવું તથા સૌ સંબંધિત અધિકારીઓને શેલ્ટર હોમની વ્યવસ્થા અંગે માહિતગાર કરવા. આ સાથે ચેરમેને જણાવ્યું હતું કે, શેલ્ટર હોમ ખાતે રહેતાં લોકો સરળતાથી આજિવિકા મેળવી શકે તે માટે તેઓની સ્કીલ ડેવલપમેન્ટ માટે પ્રયાસો કરવા અને સરકારની વિવિધ ૨૧ યોજનાઓનો આ લોકોને લાભ મળે તે માટે વ્યવસ્થા ગોઠવવી.
    આ બેઠક પૂર્ણ થયા પછી સૌ અધિકારીઓએ રણમલ તળાવ પરિસર, મ્યૂઝિયમ તથા હાપા ખાતે આવેલા શેલ્ટર હોમની વ્યવસ્થા નિહાળી હતી. આ ઉપરાંત બેડી ખાતેનાં શેલ્ટર હોમ નું કામ ઝડપથી પૂર્ણ થાય અને વધુમાં વધુ લોકો તેનો લાભ મેળવી શકે તે માટે સૂચનો કરવામાં આવ્યા હતાં.
    આ બેઠકમાં રાજ્ય કક્ષાની કમિટીના સભ્ય ડો. ભૂષણ પૂનાની અમદાવાદ ખાતેથી વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતાં.
    આ બેઠકમાં GULM વિભાગના ડેપ્યુટી ડાયરેકટર સુભાષ કટારા ઉપરાંત સ્ટેટ મિશનના વડા સિધ્ધાર્થ પટેલ, ચીફ ફાયર ઓફિસર કે.કે. બિશનોઈ, યુસીડી વિભાગના કન્ટ્રોલીંગ અધિકારી જિગ્નેશ નિર્મળ તથા પ્રોજેક્ટ ઇન્ચાર્જ અશોક જોષી વગેરે હાજર રહ્યા હતા.


 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

રવિવારે દૌડના કાર્યક્રમને લીલીઝંડી આપતાં મહાનુભાવો

       ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા રવિવારે સવારે તળાવ પાળેથી રન ફોર ડેવલપમેન્ટ નામનો દૌડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપા અધ્યક્ષ વિમલભાઈ કગથરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનિષ કટારિયા વગેરેએ આ તકે લીલીઝંડી આપી ત્યારે કોર્પોરેશનમાં શાસક જૂથનાં નેતા કુસુમબેન પંડ્યા તથા પૂર્વ મેયર અમીબેન પરીખ, નગરસેવકો દિવ્યેશ અકબરી, કેતન નાખવા વગેરે આ કાર્યક્રમમાં જોડાયા હતાં.

હવે જેલકર્મીઓ પણ આંદોલનના માર્ગે

     જામનગર સહિત ગુજરાતના જેલ કર્મચારીઓ પે ગ્રેડ મુદ્દે  મેદાનમાં આવ્યા છે. તેઓએ આજે સોમવારથી હડતાળ શરૂ કરી છે. આ અગાઉ તેઓએ એક બેઠક યોજી હતી જેમાં હડતાળ અંગે જેલ કર્મીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.  

શ્રી પ્રાણનાથજી પ્રાગટ્ય મહોત્સવની વિશાળ શોભાયાત્રા

     જામનગરમાં મહામતી શ્રી પ્રાણનાથજીના 405 મા પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે શનિવારે જામનગરમાં વિશાળ શોભાયાત્રા નીકળી હતી. જામનગરના રાજાશાહી વખતના દિવાન અને લોહાણા સમાજમાં પ્રગટેલા મહામતી શ્રી પ્રાણનાથજીના જન્મોત્સવમાં મોટી સંખ્યામાં દેશ વિદેશ ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ કૃષ્ણ પ્રણામી ધર્મના સુંદરસાથ અનુયાયીઓ દ્વારા શ્રી 5 નવતનપુરી ધામ ખીજડા મંદિર ખાતેથી વિશાલ શોભાયાત્રા યોજવામાં આવી હતી. આ શોભાયાત્રા ખીજડા મંદિરથી નીકળી હવાઈ ચોક, સેન્ટ્રલ બેન્ક, ચાંદી બજાર થઈ રતનબાઈ મસ્જિદ  નજીક આવેલ ગણેશ ફળીમાં  પ્રાણનાથજીના પ્રાગટ્ય સ્થળ શ્રી પ્રાણનાથજી મેડી મંદિર ખાતે પહોંચી વર્તમાન શ્રીકૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય 108 શ્રી કૃષ્ણમણીજી મહારાજ, પૂ. લક્ષ્મણદેવજી મહારાજ, ચંદન સૌરભજી મહારાજ, પ્રકશાનંદજી મહારાજ સહિતના સંતો મહંતોની ઉપસ્થિતિમાં આરતી અને ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું બાદમાં આ શોભાયાત્રા સજુબા સ્કૂલ, પંજાબ નેશનલ બેંક, બેડી ગેઇટ વિસ્તાર, પંચેશ્વર ટાવર પહોંચી હતી જ્યાં લોહાણા મહાજન સમાજના પ્રમુખ જીતુભાઈ લાલ અને મંત્રી રમેશભાઈ દતાણી તેમજ અગ્રણીઓ દ્વારા શોભાયાત્રા નું આતશબાજી અને ...