રાજ્યના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે રૂ. 1.54 કરોડના ખર્ચે નિર્મિત થનાર જાંબુડા ગામને ખીજડીયા ગામ સાથે જોડતા ડામર રોડના કામનું ખાતમુહૂર્ત કર્યું હતું.
આ તકે મંત્રીએ ગ્રામજનોના પ્રશ્નો તેમજ રજૂઆતો સાંભળી હતી તેમજ જરૂરી ચર્ચા કરી ગ્રામજનોની રજૂઆત પરત્વે સત્વરે કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું હતું.તેમજ ઉપસ્થિત સૌ કોઈને સરકારની વિવિધ યોજનાઓની જાણકારી આપી માહિતગાર કર્યા હતા.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનીયારા, જિલ્લા પંચાયત સદસ્ય નંદલાલભાઈ ભેંસદળીયા, તાલુકા પંચાયત ઉપપ્રમુખ વિઠ્ઠલભાઈ માંડવીયા, તાલુકા સંઘના પ્રમુખ મુકુંદભાઈ સભાયા, કાર્યપાલક ઇજનેર બી.કે. છૈયા તેમજ ખીજડીયા, નાની બાણુગર, શેખપાટ, મોટીબાણુગર, જાંબુડા, ધુવાવ વગેરે ગામોના સરપંચો તથા બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો