જામનગરમાં રખડતાં પશુઓ ઉપરાંત કૂતરાઓનો ત્રાસ છે. શહેરનાં બેડી વિસ્તારમાં બાળકો સહિત કુલ ચાર વ્યક્તિઓને કૂતરાં કરડવાના બનાવ બન્યા છે. આ ઈજાગ્રસ્તોને જીજી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી છે. નવાઈની વાત એ છે કે, કૂતરાઓના ત્રાસ મુદ્દે કોર્પોરેશન ચૂપ છે. વચ્ચે થોડાં દિવસો પૂરતાં ખસીકરણ અને રસીકરણ નાં નાટકો ચાલ્યા.
ઈજાગ્રસ્તોના નામો આ પ્રમાણે છે: રમઝાન રફીકભાઈ બુચડ ( ઉ. ૭), સુરેશ નારાયણભાઈ ( ૩૭), ઈસાભાઈ સીદીકભાઈ સેડાત (૬૭) અને સોહિલ હનીફભાઇ મલેક (૩૪).

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો