સમસ્ત દલિત સમાજ જામનગર જિલ્લો ( અનુસૂચિત જાતિ સમાજ) દ્વારા એસપી કચેરીએ એવી રજૂઆત કરવામાં આવી છે કે, તેઓનાં સમાજની એક પિડીતાને લાંબા સમયથી ન્યાય મળી રહ્યો નથી. પિડીતાની ફરિયાદ પર કોઈ ધ્યાન આપવામાં આવતું નથી. સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મહિલા પોલીસકર્મી ધારાબેન જોષીએ આ પિડીતા સાથે બર્બરતાભર્યું વર્તન કર્યું છે. આ પિડીતાએ જીજી હોસ્પિટલમાં સારવાર લીધી ત્યારે MLC પેપરમાં પણ યોગ્ય રીતે વિગતો નોંધવામાં આવી નથી. આ પિડીતાની સારવાર મહિલા તબીબના બદલે પુરૂષ તબીબે કરી હતી એવું પણ આવેદનપત્રમાં જણાવાયું છે. આવેદનપત્ર આપતી વેળાએ સમાજનાં પ્રમુખ ગોવિંદ રાઠોડ વગેરે હાજર રહ્યા હતાં
ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા રવિવારે સવારે તળાવ પાળેથી રન ફોર ડેવલપમેન્ટ નામનો દૌડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપા અધ્યક્ષ વિમલભાઈ કગથરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનિષ કટારિયા વગેરેએ આ તકે લીલીઝંડી આપી ત્યારે કોર્પોરેશનમાં શાસક જૂથનાં નેતા કુસુમબેન પંડ્યા તથા પૂર્વ મેયર અમીબેન પરીખ, નગરસેવકો દિવ્યેશ અકબરી, કેતન નાખવા વગેરે આ કાર્યક્રમમાં જોડાયા હતાં.

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો