મુખ્ય સામગ્રી પર જાઓ

બહેનો માટે વાનગી સ્પર્ધાનું આયોજન


    રાજય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ,ગાંધીનગર દ્રારા ‘નારી વંદન ઉત્સવ’ અને વિશ્વ સ્તનપાન સપ્તાહ” ની ઉજવણી તા.૦૧/૦૮/૨૦૨૨ થી તા.૦૭/૦૮/૨૦૨૨ દરમિયાન અલગ અલગ થીમ પર વિશેષ દિવસોની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત તા.૭ ના રોજ નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા અને બાળ અધિકારીની કચેરી અને આઇ.સી.ડી.એસ. જિલ્લા પંચાયત જામનગરની કચેરી ના સંયુક્ત ઉપક્રમે મહિલા અને બાળ આરોગ્ય દિવસની ઉજવણી   બિનલ સુથાર પ્રોગ્રામ ઓફિસર, આઇ.સી.ડી.એસ. જામનગરના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી હતી.

    આ કાર્યક્રમા મહિલાઓ અને કિશોરીઓ દ્રારા વિવિધ વાનગીઓ બાનાવવાની સ્પર્ધા રાખવામાં આવી હતી. અને તેમાંથી ઉત્તમ વાનગીઓ બનાવનાર બહેનોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ વાનગી સ્પર્ધાનો ઉદેશ મહિલાઓમાં ખોરાક અને આરોગ્ય વિશે જાગૃતા લાવવાનો હતો. આ ઉપરાંત આ કાર્યક્રમમાં મહિલા અને બાળ વિકાસ વિભાગની વિવિધ યોજનાની માહિતી પણ આપવામાં આવી હતી. તેમજ સ્તનપાન સપ્તાહ ઉજવણી અંતર્ગત બાળકો માટે સ્તનપાનના મહત્વ વિશે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

    આ કાર્યક્રમમાં પ્રોગ્રામ ઓફિસર, આઈ.સી.ડી.એસ., દહેજ પ્રતિબંધક અધિકારી સહરક્ષણ અધિકારી શહેર અને ગ્રામ્ય, સંકલિત બાળ વિકાસ યોજના અધિકારી વગેરે મહાનુભાવો અને આંગણવાડી વર્કર તથા બહોળી સંખ્યામાં સ્થાનિક મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

રવિવારે દૌડના કાર્યક્રમને લીલીઝંડી આપતાં મહાનુભાવો

       ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા રવિવારે સવારે તળાવ પાળેથી રન ફોર ડેવલપમેન્ટ નામનો દૌડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપા અધ્યક્ષ વિમલભાઈ કગથરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનિષ કટારિયા વગેરેએ આ તકે લીલીઝંડી આપી ત્યારે કોર્પોરેશનમાં શાસક જૂથનાં નેતા કુસુમબેન પંડ્યા તથા પૂર્વ મેયર અમીબેન પરીખ, નગરસેવકો દિવ્યેશ અકબરી, કેતન નાખવા વગેરે આ કાર્યક્રમમાં જોડાયા હતાં.

હવે જેલકર્મીઓ પણ આંદોલનના માર્ગે

     જામનગર સહિત ગુજરાતના જેલ કર્મચારીઓ પે ગ્રેડ મુદ્દે  મેદાનમાં આવ્યા છે. તેઓએ આજે સોમવારથી હડતાળ શરૂ કરી છે. આ અગાઉ તેઓએ એક બેઠક યોજી હતી જેમાં હડતાળ અંગે જેલ કર્મીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.  

શ્રી પ્રાણનાથજી પ્રાગટ્ય મહોત્સવની વિશાળ શોભાયાત્રા

     જામનગરમાં મહામતી શ્રી પ્રાણનાથજીના 405 મા પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે શનિવારે જામનગરમાં વિશાળ શોભાયાત્રા નીકળી હતી. જામનગરના રાજાશાહી વખતના દિવાન અને લોહાણા સમાજમાં પ્રગટેલા મહામતી શ્રી પ્રાણનાથજીના જન્મોત્સવમાં મોટી સંખ્યામાં દેશ વિદેશ ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ કૃષ્ણ પ્રણામી ધર્મના સુંદરસાથ અનુયાયીઓ દ્વારા શ્રી 5 નવતનપુરી ધામ ખીજડા મંદિર ખાતેથી વિશાલ શોભાયાત્રા યોજવામાં આવી હતી. આ શોભાયાત્રા ખીજડા મંદિરથી નીકળી હવાઈ ચોક, સેન્ટ્રલ બેન્ક, ચાંદી બજાર થઈ રતનબાઈ મસ્જિદ  નજીક આવેલ ગણેશ ફળીમાં  પ્રાણનાથજીના પ્રાગટ્ય સ્થળ શ્રી પ્રાણનાથજી મેડી મંદિર ખાતે પહોંચી વર્તમાન શ્રીકૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય 108 શ્રી કૃષ્ણમણીજી મહારાજ, પૂ. લક્ષ્મણદેવજી મહારાજ, ચંદન સૌરભજી મહારાજ, પ્રકશાનંદજી મહારાજ સહિતના સંતો મહંતોની ઉપસ્થિતિમાં આરતી અને ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું બાદમાં આ શોભાયાત્રા સજુબા સ્કૂલ, પંજાબ નેશનલ બેંક, બેડી ગેઇટ વિસ્તાર, પંચેશ્વર ટાવર પહોંચી હતી જ્યાં લોહાણા મહાજન સમાજના પ્રમુખ જીતુભાઈ લાલ અને મંત્રી રમેશભાઈ દતાણી તેમજ અગ્રણીઓ દ્વારા શોભાયાત્રા નું આતશબાજી અને ...