હાલમાં મહોરમનો પાક મહિનો ચાલી રહ્યો હોય, તહેવારને ધ્યાનમાં રાખી ગત્ તા 07/08/2022 ના રોજ વૉર્ડ નં.12 ના કોર્પોરેટર અસલમભાઈ ખીલજી, સામાજિક કાર્યકર હાજી રિઝવાનભાઈ જુણેજા તથા અલતાફભાઈ મેમણ દ્વારા નગરસીમ વિસ્તારમાં આરબ જમાતખાના પાસે પૂલ પર, કાલાવડ નાકા બહાર આવેલ મુખ્ય પુલ પર, મટનમાર્કેટ પાસે , ખાટકીવાડમાં તથા ચાંદીબજાર પોસ્ટઓફિસ પાસે ડામર રોડનાં કામો તાત્કાલિક ધોરણે કરાવવામાં આવ્યા હતાં તેમજ ફાયરશાખાની ટીમ બોલાવી દરબારગઢના નાકાની સફાઈ કરાવવામાં આવી હતી.
ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા રવિવારે સવારે તળાવ પાળેથી રન ફોર ડેવલપમેન્ટ નામનો દૌડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપા અધ્યક્ષ વિમલભાઈ કગથરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનિષ કટારિયા વગેરેએ આ તકે લીલીઝંડી આપી ત્યારે કોર્પોરેશનમાં શાસક જૂથનાં નેતા કુસુમબેન પંડ્યા તથા પૂર્વ મેયર અમીબેન પરીખ, નગરસેવકો દિવ્યેશ અકબરી, કેતન નાખવા વગેરે આ કાર્યક્રમમાં જોડાયા હતાં.

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો