જામનગર ક્રાઈમ બ્રાન્ચે લાલપુર તાલુકાના નવાગામ તથા પીપળી વચ્ચેનાં માર્ગ પરથી એક રેઢો પડેલો ટ્રક શોધી કાઢ્યો છે જેમાં શરાબની ૬૪૮ બોટલ મળી આવી છે. ટ્રકચાલક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જો કે, ટ્રકચાલક હાજર મળી આવ્યો ન હતો. ટ્રકના નંબર જીજે.૧૨.યુ. ૭૪૬૦ છે. પોલીસે કુલ રૂ. ૭,૫૯,૨૦૦ નો ટ્રક સહિતનો મુદ્દામાલ કબજે લીધો છે. એલસીબી પીઆઇ કે કે ગોહિલ નાં માર્ગદર્શન હેઠળ પીએસઆઇ ગોજિયાની ટીમે આ કામગીરી કરી હતી. હાલ પોલીસ આ ટ્રક ચાલક અને માલિક તપાસ કરી રહી છે. પ્રોહીબીશન ધારા હેઠળ ગુનો નોંધાયો છે.
ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા રવિવારે સવારે તળાવ પાળેથી રન ફોર ડેવલપમેન્ટ નામનો દૌડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપા અધ્યક્ષ વિમલભાઈ કગથરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનિષ કટારિયા વગેરેએ આ તકે લીલીઝંડી આપી ત્યારે કોર્પોરેશનમાં શાસક જૂથનાં નેતા કુસુમબેન પંડ્યા તથા પૂર્વ મેયર અમીબેન પરીખ, નગરસેવકો દિવ્યેશ અકબરી, કેતન નાખવા વગેરે આ કાર્યક્રમમાં જોડાયા હતાં.

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો