જામનગરનાં એ.કે.દોશી વિદ્યાલયના ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ વિભાગોની અંદાજે ૮૦૦ જેટલી છાત્રાઓએ શનિવારે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત પ્રભાતફેરી યોજી હતી. સંસ્થાનાં ચેરમેન ભાનુભાઇ દોશીની આગેવાની હેઠળની આ પ્રભાતફેરી જોગર્સ પાર્ક સહિતનાં આસપાસનાં વિસ્તારોમાં ઘૂમી હતી. શાળાનાં પ્રિન્સિપાલ ડાયરેક્ટર ભારતીબેન વાઢેર, ધર્મેશભાઈ વીંછી, કલેરા બેરેટો , જોઈન્ટ સેક્રેટરી અશોક દોશી, સાંસ્કૃતિક મંત્રી વિરેન્દ્ર દોશી વગેરે જોડાયા હતા. આ ઉપરાંત સેનાપતિ એન.એમ.પટેલ, પી.આઈ. પ્રજાપતિ, આર.પી.કમાન્ડર કિશોરસિંહ ઝાલા તથા મેજર એ.વી.જાડેજા વગેરે રાષ્ટ્રધ્વજ સાથેની ફલેગ માર્ચમાં જોડાયા હતાં.
ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા રવિવારે સવારે તળાવ પાળેથી રન ફોર ડેવલપમેન્ટ નામનો દૌડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપા અધ્યક્ષ વિમલભાઈ કગથરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનિષ કટારિયા વગેરેએ આ તકે લીલીઝંડી આપી ત્યારે કોર્પોરેશનમાં શાસક જૂથનાં નેતા કુસુમબેન પંડ્યા તથા પૂર્વ મેયર અમીબેન પરીખ, નગરસેવકો દિવ્યેશ અકબરી, કેતન નાખવા વગેરે આ કાર્યક્રમમાં જોડાયા હતાં.

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો