આઝાદી નાં 75 વર્ષ પૂર્ણ થવા બદલ આઝાદી કા અમૃત મહોત્સવ ની ઉજવણીના ભાગરૂપે આ વર્ષે ૧૩ થી ૧૫ ઓગસ્ટ વચ્ચે દરેક લોકોને તેમના ઘરે રાષ્ટ્રધ્વજ લહેરાવવા વડાપ્રધાનએ વિનંતી કરી છે. આ અભિયાનને વેગવંતુ બનાવવા માટે જામનગર શહેરના ચાંદી બજાર વિસ્તારમાં આવેલ શાળા નં-૧ માં ૩૦૦ જેટલી મહિલાઓને રાષ્ટ્રધ્વજ બનાવવાનું કામ સોંપવામાં આવ્યું હતું. સરકારની દિન દયાળ અંત્યોદય યોજના - રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન હેઠળ મહિલાઓ તિરંગા બનાવી આજીવિકા મેળવી રહી છે. અને હર ઘર તિરંગા અભિયાનમાં સામેલ મેલ થઈ રોજગારી મેળવી આત્મનિર્ભર બની રહી છે. તે બદલ જામનગરની મહિલાઓએ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા રવિવારે સવારે તળાવ પાળેથી રન ફોર ડેવલપમેન્ટ નામનો દૌડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપા અધ્યક્ષ વિમલભાઈ કગથરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનિષ કટારિયા વગેરેએ આ તકે લીલીઝંડી આપી ત્યારે કોર્પોરેશનમાં શાસક જૂથનાં નેતા કુસુમબેન પંડ્યા તથા પૂર્વ મેયર અમીબેન પરીખ, નગરસેવકો દિવ્યેશ અકબરી, કેતન નાખવા વગેરે આ કાર્યક્રમમાં જોડાયા હતાં.

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો