રાજ્યના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે ધ્રોલ તાલુકાનાં વિવિધ છાત્રાલયોની મુલાકાત લઈ વિદ્યાર્થીનીઓ તેમજ વોર્ડ નં-૬ની બહેનોનાના હસ્તે રાખડી બંધાવી રક્ષાબંધનના પર્વની ઉજવણી કરી હતી. મંત્રીએ લેઉવા પટેલ કન્યા છાત્રાલય, એમ. ડી.મહેતા કન્યા છાત્રાલય, આહીર સમાજના કન્યા છાત્રાલયની મુલાકાત લઈ વિદ્યાર્થીનીઓના હસ્તે રાખડી બંધાવી હતી. મંત્રીએ રક્ષાબંધનના પર્વે ધ્રોલ ખાતે પાંજરાપોળની મુલાકાત લઈ ગાય માતાનું પૂજન કરી ગાય માતાને રાખડી બાંધી અને રાજ્યભરમાંથી લમ્પી વાયરસ નાબૂદ થાય એ માટે પ્રાર્થના કરી હતી.
મંત્રીની આ મુલાકાત દરમિયાન નવલભાઈ મૂંગરા, રસિકભાઈ ભંડેરી, રીતેશભાઈ, હિરેનભાઈ, નરેશભાઇ, ભીમજીભાઈ વગરે સ્થાનિક આગેવાનો હાજર રહ્યા હતા.

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો