જામનગરની સિટી બી ડિવિઝન પોલીસે રામેશ્વરનગર વિસ્તારમાં માટેલચોક નજીક દ્વારકેશ પાર્ક વિસ્તારમાં દરોડો પાડી આઠ જૂગારીઓને ઝડપી લીધાં છે.
સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન નાં પીઆઇ કે જે ભોયેના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ કાંટેલિયાની ટીમે પાડેલાં આ દરોડામાં આઠ જૂગારીઓ પૃથ્વીરાજસિંહ બળવંતસિંહ જાડેજા, વનરાજસિંહ મહીપતસિંહ જાડેજા, અજયસિંહ ભગવતસિંહ જાડેજા, મેહુલ હરિશ પંચોલી, યોગીરાજસિંહ ગુલાબસિંહ સોઢા, નરેન્દ્રસિંહ પ્રવીણસિંહ રાયજાદા, દિવ્યરાજસિંહ મહેન્દ્રસિંહ જેઠવા અને નિઝામ મામદ સફીયા રૂ. ૩૫,૨૫૦ ની રોકડ સાથે ઝડપાઈ ગયા છે.

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો