યોજવામાં આવી હતી. પોલીસ હેડકવાર્ટરથી એસ.પી. પ્રેમસુખડેલુએ પ્રારંભ કરેલી યાત્રા દિગજામ સર્કલ, સમર્પણ સર્કલ, રોઝી પંપ, સાત રસ્તા, પવનચક્કી, ચાંદી બજાર, બેડી ગેઈટ, લાલ બંગલા, ગુરૂદ્વારા, ડીકેવી કોલેજ થઈ ફરી પોલીસ હેડકવાર્ટર પહોંચી હતી. આ તિરંગા રેલીમાં જામનગરના વિવિધ પોલીસ સ્ટેશનના અધિકારીઓ, પોલીસ સ્ટાફ, મહિલા પોલીસ વગેરે જોડાયા હતાં
ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા રવિવારે સવારે તળાવ પાળેથી રન ફોર ડેવલપમેન્ટ નામનો દૌડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપા અધ્યક્ષ વિમલભાઈ કગથરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનિષ કટારિયા વગેરેએ આ તકે લીલીઝંડી આપી ત્યારે કોર્પોરેશનમાં શાસક જૂથનાં નેતા કુસુમબેન પંડ્યા તથા પૂર્વ મેયર અમીબેન પરીખ, નગરસેવકો દિવ્યેશ અકબરી, કેતન નાખવા વગેરે આ કાર્યક્રમમાં જોડાયા હતાં.

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો