જામનગરમાં દિગ્જામ સર્કલ નજીક રેલવે ઓવરબ્રિજ બની રહ્યાં છે. બંને બાજુ ૫૦૦ મિટર લંબાઇના એપ્રોચિસ બને છે. તેમાં ગડરનું કામ પણ ચાલુ છે.
ઢીંચડા ઝોનમાં રવિ પાર્ક ખાતેના ઇએસઆર હેઠળના નિલકંડ પાર્ક, તિરૂપતિનગર તથા દ્વારકાધીશ સોસાયટી સહિતના વિસ્તારોમાં પાણીની પાઇપલાઇન ના કામો ચાલુ છે. જેમાં અંદાજે ૬૦૦૦ જેટલાં ધરોને નવજોડાણો આપી શકાશે.
તાજેતરમાં મેયર હસમુખભાઇ જેઠવા, સ્ટે. કમિટી ચેરમેન સુભાષભાઇ જોષી વગેરે દ્વારા આ કામોની મુલાકાત લેવામાં આવી ત્યારે, નાયબ ઇજનેર ભાવેશ જાની, ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેર પી.સી. બોખાણી, નાયબ ઇજનેર અલ્પેશ ચારણીયા, સાઇટ ઇન્ચાર્જ ચેતન સાંગાણી, જૂનિયર ઇજનેર અશોક નિનામા વગેરે હાજર રહ્યા હતાં.


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો