જામનગરના પવનચક્કી વિસ્તારમાં હાલારી ભાનુશાળી વાડીની સામેના એક વૃક્ષની ડાળી મહાનગરપાલિકાની ટીમ દ્વારા તોડવામાં આવી ત્યારે આ ડાળી વીજથાંભલા પર પડી, જેથી સ્ટ્રીટલાઇટનો થાંભલો ત્યાંથી પસાર થતી એક ઓટોરિક્ષા પર પડયો. રિક્ષામાં ડ્રાઇવર તથા ૮ વર્ષનો એક બાળક હતો. સદ્ભાગ્યે માથે થાંભલો પડયા પછી પણ કોઇ દુર્ધટના બની નથી. માત્ર રિક્ષાને નુકસાન થયું છે.
રિક્ષાને થયેલાં નુકશાન અંગે આજુબાજુના રહેવાસીઓ-રિક્ષાચાલક તથા મહાનગરપાલિકાની ટીમ વચ્ચે રકઝક થયેલી. બાદમાં કોર્પોરેટર કેતન નાખવાની દરમિયાનગીરીથી મામલો થાળે પાડયો હતો. રિક્ષાના નંબર જીજે-૨૩-ડબલ્યુ-૪૨૨૭ છે.


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો