જામનગર એલસીબીએ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળનાં વિસ્તારમાં દરોડો પાડી બે મહિલા તથા પાંચ પુરુષ જૂગારીઓને ઝડપી લીધા છે.
આ જૂગારીઓમા વિમળાબા શિવરાજ ખાચર, કૌશિકા વલ્લભ ગોવિંદ ગોહિલ, વિશાલ રણછોડ ડાભી, દિનેશ નાથા પાણખણિયા, કિશોર રણછોડ સદાડિયા, વિવેક રમેશ ડાભી તથા જિતેન્દ્ર રણછોડ ડાભીનો સમાવેશ થાય છે.
ઇન્ચાર્જ પીઆઇ કે જે ભોયેના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ ગોજિયાની તથા કાંટેલિયાની ટીમે આ દરોડો પાડ્યો હતો.
પોલીસે આ દરોડામાં રૂ. ૨૪,૨૦૦ ની રોકડ, ૪ મોબાઈલ તથા ૨ બાઈક કબ્જે લીધાં છે.

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો