તાજેતરમાં પોલીસ વિભાગમાં ખાતાકીય પરીક્ષા પાસ કરી કુલ ૩૮૪ પોલીસ કર્મચારી ને પીએસઆઈ નું પ્રમોશન આપવામાં આવ્યું છે. તે અનુસંધાને જામનગર પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલું તેમજ જામનગર શહેર નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલાના હસ્તે પોલીસ વિભાગમાં ખાતાકીય પીએસઆઈ ની પરીક્ષા પાસ કરનાર ૬ પોલીસકર્મી ને 'સોલ્ડર બેઝ‘ પહેરાવ્યા આવ્યા હતા. જામનગર જિલ્લાના ૬ પોલીસકર્મીની ફરજ પર નો હુકમ આદેશ પણ જીલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલું દ્વારા કરવામાં આવેલ હતું.જેમાં પીએસઆઈ ગામેતી વસંતલાલ રામજીભાઈ જામનગર સિટી-સી ડિવિઝન, પીએસઆઈ જાડેજા ખોડુભા માનસંગ ને પંચકોષી-બી ડિવિઝન, પીએસઆઈ સુવા રાજેશભાઈ હરદાસભાઈ ને પેરોલ ફર્લો, પીએસઆઈ જાડેજા અનોપસિંહ ભીખુભા ને જામજોધપુર પોલીસ સ્ટેશન , પીએસઆઈ ગંધા અશ્વિનકુમાર ભગવાનજી ને એલસીબી અને પીએસઆઈ ચૌહાણ સુરેન્દ્રસિંહ સિયારામસિંહને પોલીસ હેડક્વાર્ટર ખાતે નિમણૂક કરવામાં આવેલ હતી.
ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા રવિવારે સવારે તળાવ પાળેથી રન ફોર ડેવલપમેન્ટ નામનો દૌડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપા અધ્યક્ષ વિમલભાઈ કગથરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનિષ કટારિયા વગેરેએ આ તકે લીલીઝંડી આપી ત્યારે કોર્પોરેશનમાં શાસક જૂથનાં નેતા કુસુમબેન પંડ્યા તથા પૂર્વ મેયર અમીબેન પરીખ, નગરસેવકો દિવ્યેશ અકબરી, કેતન નાખવા વગેરે આ કાર્યક્રમમાં જોડાયા હતાં.

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો