મુખ્ય સામગ્રી પર જાઓ

અંબાણી પરિવાર દર્શનાર્થે નાથદ્વારામાં...

    રિલાયન્સ નાં મોભી મુકેશ અંબાણીએ શ્રીનાથજીના દર્શન કરવા માટે ઉદયપુર (રાજસ્થાન) નજીક આવેલા નાથદ્વારા શહેરની મુલાકાત લીધી હતી.

    મુકેશ અંબાણીએ તેમના પરિવારના પ્રથમ લગ્ન - તેમની પુત્રી ઈશા અંબાણીના લગ્ન - ની શરૂઆત શ્રીનાથજીની મહા આરતી સાથે કરી હતી. અને તેમના પત્ની અને  નીતા અંબાણીએ મધુરાષ્ટકમ્ પર એક નૃત્ય રજૂ કર્યું હતું, જે શ્રી વલ્લભાચાર્યજી (પુષ્ટિ માર્ગના સ્થાપક) દ્વારા રચાયેલું છે અને તેના દ્વારા ભગવાન શ્રીનાથજી પ્રત્યેના અપાર પ્રેમની અભિવ્યક્તિ કરી હતી.
શ્રી વલ્લભાચાર્યજીના સીધી લીટીના વંશજ ગોસ્વામી તિલકાયત શ્રી રાકેશજી મહારાજ નાથદ્વારા શ્રીનાથજી મંદિરના મુખ્ય ધર્માધિકારી છે અને સમગ્ર પુષ્ટિ માર્ગના વડા છે.

    શ્રી ધીરુભાઈ તથા ત્યારબાદ શ્રી મુકેશભાઈના શ્રીમાન તિલકાયત મહારાજ અને તેમના સુપુત્ર ચિ. વિશાલ બાવા સાહેબ સાથે વારસાગત સ્નેહ સંબંધ છે અને શ્રી વિશાલ બાવાએ ભારત અને વિશ્વ (યુએઈ, બહેરીન, યુએસએ)માં પુષ્ટિમાર્ગના ઉપદેશોનો ફેલાવો કરવાની જવાબદારી ઉપાડી લીધી છે. આ ઉપરાંત અંબાણી પરિવારની યુવા પેઢી પણ ધર્મ સાથે જોડાઈ રહી છે.

    શ્રી મુકેશભાઈએ રાધિકા સાથે શ્રી વિશાલ બાવાના આશીર્વાદ લીધા અને શ્રી વિશાલબાવાએ સમગ્ર પરિવારને તેમની સુખાકારી માટે અને ભારતમાં 5G લોન્ચ કરવાના અવસરે, રિટેલ ક્ષેત્રે અને ગ્રીન એનર્જી સહિતના નવા સાહસો માટે અભિનંદન સાથે શુભાશિષ આપ્યા હતા.

    આ વારસો હવે શ્રી અનંત અંબાણી સાથે આગળ વધારવામાં આવી રહ્યો છે, જ્યારે શ્રી વિશાલ બાવા સામાજિક ઉત્કર્ષને ધર્મ સાથે જોડવા માટે અથાગ મહેનત કરી રહ્યા છે. આ દિવસ અને આવનારા સમયના યુવા બિઝનેસ આઇકન તરીકે અને પુષ્ટિ જીવનશૈલીમાં શ્રદ્ધા ધરાવતા વ્યક્તિ તરીકે અનંત અંબાણી આ બંધનને આગામી પેઢીમાં લઈ જશે.

 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

વીજતંત્રની ઈન્ટરસર્કલ વોલીબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ

     જામનગર વીજતંત્રનાં યજમાનપદે સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છનાં વીજતંત્રની કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓ માટે વોલીબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ રવિવારે જામનગરમાં મહિલા કોલેજ ખાતે કરવામાં આવ્યો. આ તકે ભારતીય વિદ્યા ભવનનાં વડા ભાનુભાઈ દોશી તથા વીજતંત્રનાં અધિક્ષક ઈજનેર કે.આર. પરીખ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં અને ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો.  

છેતરપિંડીનાં ગુનાનાં બે આરોપીઓ ઝડપાઈ ગયા

       જામનગરમાં અંબર ચોકડી નજીક આવેલી યશ મોબાઈલ નામની પેઢી સાથે પેઢીનાં જ કર્મચારીઓ દ્વારા રૂ. ૨૫,૮૪,૪૦૦ ની છેતરપિંડી આચરવામાં આવી હતી, જે અંગે ૧૦ દિવસ પહેલાં પેઢીએ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. રૂ. ૧૦ લાખની રોકડ તથા ૫૫ નંગ મોબાઈલના વેચાણની રકમ આરોપીઓએ પોતાનાં અંગત ઉપયોગમાં લઈ લીધી એવી ફરિયાદ પરથી પોલીસ ઇન્સ્પેકટર કે જે ભોયેના માર્ગદર્શન હેઠળ, સ્ટાફે બે આરોપીઓને ઝડપી લીધા છે.      આરોપીઓનાં નામો નૂરમામદ મહંમદસાજિદ રાજકોટીયા (મુલ્લાં મેડી) તથા મહંમદસાજિદ ઓસમાણ રાજકોટીયા છે.

શ્રી પ્રાણનાથજી પ્રાગટ્ય મહોત્સવની વિશાળ શોભાયાત્રા

     જામનગરમાં મહામતી શ્રી પ્રાણનાથજીના 405 મા પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે શનિવારે જામનગરમાં વિશાળ શોભાયાત્રા નીકળી હતી. જામનગરના રાજાશાહી વખતના દિવાન અને લોહાણા સમાજમાં પ્રગટેલા મહામતી શ્રી પ્રાણનાથજીના જન્મોત્સવમાં મોટી સંખ્યામાં દેશ વિદેશ ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ કૃષ્ણ પ્રણામી ધર્મના સુંદરસાથ અનુયાયીઓ દ્વારા શ્રી 5 નવતનપુરી ધામ ખીજડા મંદિર ખાતેથી વિશાલ શોભાયાત્રા યોજવામાં આવી હતી. આ શોભાયાત્રા ખીજડા મંદિરથી નીકળી હવાઈ ચોક, સેન્ટ્રલ બેન્ક, ચાંદી બજાર થઈ રતનબાઈ મસ્જિદ  નજીક આવેલ ગણેશ ફળીમાં  પ્રાણનાથજીના પ્રાગટ્ય સ્થળ શ્રી પ્રાણનાથજી મેડી મંદિર ખાતે પહોંચી વર્તમાન શ્રીકૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય 108 શ્રી કૃષ્ણમણીજી મહારાજ, પૂ. લક્ષ્મણદેવજી મહારાજ, ચંદન સૌરભજી મહારાજ, પ્રકશાનંદજી મહારાજ સહિતના સંતો મહંતોની ઉપસ્થિતિમાં આરતી અને ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું બાદમાં આ શોભાયાત્રા સજુબા સ્કૂલ, પંજાબ નેશનલ બેંક, બેડી ગેઇટ વિસ્તાર, પંચેશ્વર ટાવર પહોંચી હતી જ્યાં લોહાણા મહાજન સમાજના પ્રમુખ જીતુભાઈ લાલ અને મંત્રી રમેશભાઈ દતાણી તેમજ અગ્રણીઓ દ્વારા શોભાયાત્રા નું આતશબાજી અને ...