જામનગર નજીકના ધુંવાવનાં એક અવાવરૂ વિસ્તારમાંથી એક વૃદ્ધાની લાશ મળી આવ્યા પછી, આ બનાવ હત્યાનો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. ત્યારબાદ ગણતરીના કલાકોમાં પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનનાં પીએસઆઇ જે.પી.સોઢા અને સેકન્ડ પીએસઆઇ ઓડેદરાની ટીમે હત્યાનાં આ બનાવનાં આરોપી સચાણા ગામનાં જુસબ અબ્બાસ કકકલ ઉર્ફે કારોચોર નામનાં ૫૮ વર્ષનાં મજૂર શખ્સને ઝડપી લીધો છે. આ શખ્સ જાંબુડા નજીકના વિસ્તારમાંથી નંબર વિનાનાં મોટરસાયકલ સાથે પકડાયો છે.
ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા રવિવારે સવારે તળાવ પાળેથી રન ફોર ડેવલપમેન્ટ નામનો દૌડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપા અધ્યક્ષ વિમલભાઈ કગથરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનિષ કટારિયા વગેરેએ આ તકે લીલીઝંડી આપી ત્યારે કોર્પોરેશનમાં શાસક જૂથનાં નેતા કુસુમબેન પંડ્યા તથા પૂર્વ મેયર અમીબેન પરીખ, નગરસેવકો દિવ્યેશ અકબરી, કેતન નાખવા વગેરે આ કાર્યક્રમમાં જોડાયા હતાં.

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો