જામનગર સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર મહાવીરસિંહ જલુની બદલી થતાં સમગ્ર સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફ અને અન્ય અધિકારીઓ-મહેમાનોગણો ની હાજરીમાં વિદાય સમારોહ યોજાયો હતો. આ સન્માન સમારોહમાં સીટી એ ડિવિઝનના પીએસઆઇ અને.વી. હરીયાણી, પીએસઆઇ એમ.વી. મોઢવાડીયા, પીએસઆઇ આર.કે. ગોસાઇ, સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના નવનિયુકત પીઆઇ મિતલકુમાર ગજ્જર તેમજ ડી સ્ટાફ, દરબારગઢ ચોકી, ખંભાળીયા ગેઇટ ચોકી, દિગ્વીજય પ્લોટ ચોકીનો સ્ટાફ જોડાયો હતો.

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો