જામનગરના એક જાગૃત નાગરિક દ્વારા ૧૮૧ મહિલા હેલ્પલાઇનમાં ફોન આવેલ અને જણાવેલ કે લાલ બંગલો જિલ્લા કાનૂની સેવા સતા મંડળની ઑફિસ પાસે અંદાજે ૯૦ વર્ષના વૃદ્ધ મહિલા બે કલાકથી આવીને બેઠા છે અને એવુ જણાવે છે કે તેમના દીકરાએ માર માર્યો હતો બાદમાં તેઓ ઘરેથી તળાવમાં પડવા માટે નીકળી ગયા હતા અને અહીંયા આવીને બેઠા છે.
આથી ૧૮૧ મહિલા હેલ્પલાઈના કાઉન્સેલર દર્શના મકવાણા, કોન્સ્ટેબલ ઇલાબા ઝાલા, મહાવિરસિંહ વાઢેર વગેરેએ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી વૃદ્ધ મહિલાનું કાઉન્સેલિંગ કરતા જાણવા મળ્યું કે તેમના ત્રણ દીકરા છે અને તે જામનગર જિલ્લાના સિક્કા ગામમાં રહે છે પીડિતા વૃદ્ધાના સૌથી નાના દીકરાએ તેમના સાથે મારકૂટ કરેલ હોવાથી તેઓ કંટાળીને ઘર મુકીને ચાલ્યા ગયા હતા. ત્યારબાદ મહિલા હેલ્પલાઈનના સ્ટાફ દ્વારા તેમનું કાઉન્સલિંગ કરી વૃદ્ધાને સમજાવીને તેમના ઘરે જવા માટે સલાહ આપી હતી. વૃદ્ધાએ કોઈ કાર્યવાહી કરવાનીના પાડતા ૧૮૧ની ટીમે વૃદ્ધાને ઘરે પહોંચાડી તેમના દીકરા અને પુત્રવધૂનું પણ કાઉન્સેલિંગ કરી કાયદાકીય સમજ આપી સારસંભાળ લેવા સૂચન કરી અને હવે પછી પીડિત વૃદ્ધા પર હિંસા ન થાય તે બાબતે કડકાઈથી સમજણ આપી હતી.

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો