જામનગરના નગરસીમ સબ ડિવિઝન હેઠળ આવતાં સનસીટી, સેટેલાઇટ સહિતના વિસ્તારોમાં વિજતંત્રની કામગીરી સામે પ્રર્શ્નાર્થ સર્જાયો છે. ઠેર- ઠેર વિજ ટ્રાન્સફોર્મર અને વિજ તારો ઉપર વનસ્પતિના વેલાઓ ચડી ગયા હોવા છતાં તંત્રને દેખાતાં નથી. યોગ્ય મેઇન્ટેનશ ન થવાના કારણે આ વિસ્તારોમાં દિવસમાં ત્રણ થી ચાર વખત વિજ વિક્ષેપ થવાના કારણે રહેવાસીઓ ત્રાસી ગયા છે. વારંવાર રજુઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા યોગ્ય કામગીરી કરવામાં આવતી નથી મુખ્ય માર્ગો પર વીજ ટ્રાન્સફોર્મર પર વેલાઓ ચડી ગયા હોવા છતાં કાર્યપાલક ઇજનેર, ડેપ્યુટી ઇજનેરી, જુનિયર ઇજનેર સહિતના અધિકારીઓને દેખાતાં નથી. વિજતંત્ર દ્વારા ગ્રાહકોને સાતત્યપૂર્વક વિજ પૂરવઠો મળી રહે તે માટે દર વર્ષે પ્રિ-મોન્સુન, ફેસ્ટીવલ મેઇન્ટેનશ પાછળ લાખો રૂપિયા ખર્ચવામાં આવતું હોય પરંતુ આ નકકર કામગીરીને બદલે ફકત કાગળ પર જ થતી હોય તેવું દેખાઇ રહ્યું છે. આ ઉપરાંત દર અઠવાડિયે મેઇન્ટેનશના બહાને સાત કલાકનો વિજકાપ પણ લાદવામાં આવતું હોય છે. જે કામગીરી પણ માત્ર કાગળ પર જ થતી હોય તેવું પ્રતિત થઇ રહ્યું છે.

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો