જામનગર શષ્ઘ નાં પીએસઆઇ એ.એસ. ગરચરની ટીમે ધુંવાવનાં એક અવાવરૂ વિસ્તારમાંથી ભંગારના ૬૦ બાચકા અને એક રિક્ષા સાથે બે શખ્સોને ઝડપી લીધા છે. ભંગારનો જથ્થો અંદાજે ૧,૦૦૦ કિલો જેટલો હોવાનું જાહેર થયું છે. કુલ રૂ. ૧,૦૨,૮૫૦ નો મુદ્દામાલ શક પડતી મિલકત તરીકે પકડવામાં આવ્યો છે.
ભંગારના આ જથ્થા સાથે ઝડપાયેલાં બે શખ્સોના નામ રફીક ઈસ્માઈલ શેખ(૨૨) અને હનીફમીયા રજાકમીયા સૈયદ છે. બંને શખ્સો ગુલાબનગર વિસ્તારમાં રહેતા હોવાનું જાહેર થયું છે. જે પૈકી હનીફ નામનો ૪૭ વર્ષનો શખ્સ રિક્ષાચાલક છે.

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો