જામનગરની ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી હસ્તકની સંસ્થા ઇ(ન્સ્ટટયૂટ ઓફ ટિચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ (ટિત્સ્)ને કેન્દ્રના આયુષ મંત્રાલય દ્વારા દોઢેક માસ પહેલાં રાષ્ટ્રીય સંસ્થાનો દરજ્જો મળ્યો છે. આયુર્વેદના ક્ષેત્રમાં આ દરજ્જો મેળવનારી આ પ્રથમ સંસ્થા છે. આગામી ૧૩ મી એ પ્રધાનમંત્રીના હસ્તે ધન્વંતરિ જયંતિ નિમિતે વર્ચ્યૂઅલી આ દરજ્જો એનાયત કરવામાં આવશે ત્યારે રાજ્યપાલ, મુખ્યમંત્રી સહિતના મહાનુભાવો જામનગરની મુલાકાતે આવશે.
આ કાર્યક્રમની માહિતી આપવા મંગળવારે યુનિવર્સિટી દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવેલી. જેમાં વાઇસ ચાન્સેલર ડો. અનુપ ઠાકર દ્વારા તમામ વિગતો આપવામાં આવેલી.


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો