મુખ્ય સામગ્રી પર જાઓ

સંક્ષિપ્ત સમાચાર

                         

  • જામનગર શહેર-જિલ્લામાં વર્ષ ૨૦૨૦ દરમ્યાન કુલ ૨૩૧૩૦ નવા મતદારોની નોંધણી થઇ છે. જો કે વસતિની સાપેક્ષે યુવા મતદારોની નોંધણી ઓછી છે તેથી આગામી તારીખ ૨૨ થી સતત ૪ રવિવાર દરમ્યાન શહેર-જિલ્લામાં શાળા-બૂથ કક્ષાએ મતદારોની નોંધણી વગેરે કામો માટે મતદારયાદી સંક્ષિપ્ત સુધારણાં કાર્યક્રમ હાથ ધરવામાં આવશે. વધુ વિગતો માટે તમારા મતવિસ્તારના બ્લોકલેવલ ઓફિસરનો સંપર્ક સાધવો.
  • જામનગરની શિક્ષણ સમિતિના ચોથા વર્ગના (ચોકીદાર-કમ-પટાવાળા) ૧૮ કર્મીઓને બે વર્ષથી યુનિફોર્મ, પેન્શન, બોનસ, એલટીસી તથા અન્ય લાભો મળતાં નથી. આ અંગે વારંવારની રજૂઆત છતાં સમિતિ કે કોર્પોરેશન ધ્યાન આપતાં નથી. વધુ એક વખત આ કર્મીઓએ આવેદન દ્વારા આંદોલનની ચિમકી આપી છે.
  • જામનગરની સંસ્થા પારસધામના ઉપક્રમે જી.જી. હોસ્પિટલના ચોથા વર્ગના કર્મચારીઓ સહિત કુલ ૧૦૨૪ લાભાર્થીઓને નિ:શુલ્ક મિઠાઇનું વિતરણ કરવામાં આવેલું. આ ઉપરાંત હાપા વિસ્તારમાં ૧૦૦ જેટલાં બાળકોને ભોજન કરાવવામાં આવ્યું હતું
  • સુપ્રિમ કોર્ટ બાર એસોસિએશનના અધ્યક્ષ દુષ્યંત દવે (વરિષ્ઠ ધારાશાસ્ત્રી)એ સુપ્રિમ કોર્ટના રજિસ્ટ્રારને પત્ર લખી અર્નબ ગોસ્વામી (રિપબ્લિક ટીવી એન્કર)ની તત્કાળ સુનાવણી સામે વિરોધ વ્યકત કર્યો: કમ્પ્યુટરાઇડ્સ લિસ્ટીંગ વ્યવસ્થાનો અમલ કેમ નહી: હજારો નાગરિકોના કેસ પેન્ડીંગ છે ત્યારે અર્નબ ગોસ્વામીની તરફેણ શા માટે?
  • પૂર્વ ખાણખનીજ મંત્રી (ગુજરાત) રોહિત પટેલનું હૃદયરોગના હુમલો આવતાં નિધન: પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી શોક વ્યકત કર્યો.
  • એન્ડગિવ હારૂન ઇન્ડિયાના ફિલેન્થ્રપી ૨૦૨૦ના લિસ્ટ પ્રમાણે ભારતમાં સૌથી મોટા દાનવીર વિપ્રોના અઝીમ પ્રેમજી: એક વર્ષમાં ૭૯૦૪ કરોડ રૂપિયાનું દાન કયું<: રોજના અંદાજે ૨૨ કરોડ રૂપિયા આપ્યા.
  • આઇપીએલમાં મુંબઇ ઇન્ડિયન્સે પાંચમી વખત ટાઇટલ જીત્યું: દિલ્હી કેપિટલ્સે ૧૫૭ રનનો લક્ષ્યાંક આપ્યો હતો જે પાંચ વિકેટથી સરળતાથી જીત મેળવી: કેપ્ટન રોહિત શર્માએ ૬૮ રન કર્યા.
  • બિહારની ચૂંટણીમાં પીએમ નરેન્દ્ર મોદીની છબીના કારણે વિજય મળ્યો નહીં કે નિતિશકુમારની કામગીરીને પરિણામે: ચિરાગ પાસવાન.
  • જીએસટી લાગુ કરાયાના ૪૦ મહિના બાદ પોર્ટલની ક્ષમતામાં વધારો: ૩ લાખ કરદાતાનું લોગ ઇન: રિટર્ન ભરવાના છેલ્લા દિવસોમાં સર્વર ધીમું થઇ જવાની કમ્પલેઇન આવતી હોવાથી ૪૦ મહિના બાદ ક્ષમતામાં વધારો.







ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

રવિવારે દૌડના કાર્યક્રમને લીલીઝંડી આપતાં મહાનુભાવો

       ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા રવિવારે સવારે તળાવ પાળેથી રન ફોર ડેવલપમેન્ટ નામનો દૌડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપા અધ્યક્ષ વિમલભાઈ કગથરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનિષ કટારિયા વગેરેએ આ તકે લીલીઝંડી આપી ત્યારે કોર્પોરેશનમાં શાસક જૂથનાં નેતા કુસુમબેન પંડ્યા તથા પૂર્વ મેયર અમીબેન પરીખ, નગરસેવકો દિવ્યેશ અકબરી, કેતન નાખવા વગેરે આ કાર્યક્રમમાં જોડાયા હતાં.

હવે જેલકર્મીઓ પણ આંદોલનના માર્ગે

     જામનગર સહિત ગુજરાતના જેલ કર્મચારીઓ પે ગ્રેડ મુદ્દે  મેદાનમાં આવ્યા છે. તેઓએ આજે સોમવારથી હડતાળ શરૂ કરી છે. આ અગાઉ તેઓએ એક બેઠક યોજી હતી જેમાં હડતાળ અંગે જેલ કર્મીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.  

શ્રી પ્રાણનાથજી પ્રાગટ્ય મહોત્સવની વિશાળ શોભાયાત્રા

     જામનગરમાં મહામતી શ્રી પ્રાણનાથજીના 405 મા પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે શનિવારે જામનગરમાં વિશાળ શોભાયાત્રા નીકળી હતી. જામનગરના રાજાશાહી વખતના દિવાન અને લોહાણા સમાજમાં પ્રગટેલા મહામતી શ્રી પ્રાણનાથજીના જન્મોત્સવમાં મોટી સંખ્યામાં દેશ વિદેશ ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ કૃષ્ણ પ્રણામી ધર્મના સુંદરસાથ અનુયાયીઓ દ્વારા શ્રી 5 નવતનપુરી ધામ ખીજડા મંદિર ખાતેથી વિશાલ શોભાયાત્રા યોજવામાં આવી હતી. આ શોભાયાત્રા ખીજડા મંદિરથી નીકળી હવાઈ ચોક, સેન્ટ્રલ બેન્ક, ચાંદી બજાર થઈ રતનબાઈ મસ્જિદ  નજીક આવેલ ગણેશ ફળીમાં  પ્રાણનાથજીના પ્રાગટ્ય સ્થળ શ્રી પ્રાણનાથજી મેડી મંદિર ખાતે પહોંચી વર્તમાન શ્રીકૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય 108 શ્રી કૃષ્ણમણીજી મહારાજ, પૂ. લક્ષ્મણદેવજી મહારાજ, ચંદન સૌરભજી મહારાજ, પ્રકશાનંદજી મહારાજ સહિતના સંતો મહંતોની ઉપસ્થિતિમાં આરતી અને ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું બાદમાં આ શોભાયાત્રા સજુબા સ્કૂલ, પંજાબ નેશનલ બેંક, બેડી ગેઇટ વિસ્તાર, પંચેશ્વર ટાવર પહોંચી હતી જ્યાં લોહાણા મહાજન સમાજના પ્રમુખ જીતુભાઈ લાલ અને મંત્રી રમેશભાઈ દતાણી તેમજ અગ્રણીઓ દ્વારા શોભાયાત્રા નું આતશબાજી અને ...