ગુજરાતની તમામ આઠ બેઠકોની વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપાનો ભવ્ય વિજય થતાં જામનગર શહેર-જિલ્લા ભાજપા દ્વારા મંગળવારે રાત્રે વિજયોત્સવ મનાવવાાં આવ્યો હતો. શહેર કાર્યાલય ખાતે પક્ષના શહેર-જિલ્લાના આગેવાનો, કાર્યકર્તાઓએ એકમેકના મોઢાં મીઠાં કરાવી ખુશી વ્યકત કરી હતી.
આ તકે નવનિયુકત જિલ્લા પ્રમુખ રમેશભાઇ મુંગરા, શહેર પ્રમુખ ડો. વિમલ કગથરા, હસમુખભાઇ હીંડોચા, ચંદ્રેશભાઇ પટેલ, હસમુખભાઇ જેઠવા, પ્રતિભાબેન કનખરા, દિનેશભાઇ પટેલ, ખુમાનસિંહ સરવૈયા, મનહરભાઇ ત્રિવેદી, દિલિપસિંહ ચુડાસમા વગેરે હાજર રહ્યા હતાં.


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો